________________
२०२
सूत्रार्थमुक्तावलिः जनिताध्यवसाय: क्षायोपशमिकदर्शनम्, दर्शनमोहनीयक्षयात् क्षायिकदर्शनम् । तथोपशमश्रेण्यामौपशमिकचारित्रं कषायक्षयोपशमात् क्षायोपशमिकं चारित्रं चारित्रमोहनीयक्षयात् क्षायिकचारित्रमिति, ज्ञानन्तु क्षायोपशमिकं क्षायिकञ्चेति द्विविधम्, चतुर्विधज्ञानावरणीयक्षयोपशमान्मत्यादिचतुर्विधं क्षायोपशमिकज्ञानम्, समस्तघातिक्षयात् क्षायिकं केवलज्ञानमिति । इदं सम्यग्दर्शनमन्तरेण यमनियमाद्याचरतां स्वजनधनभोगान् परित्यजतामपि न कर्मक्षयः, अतस्तज्जिगीषुः सम्यग्दर्शने प्रयतेतेति ।। ३२ ॥
હવે સમ્યગુદર્શનાદિના સ્વરૂપને કહે છે. સૂત્રાર્થ :- તીર્થકરના વચનમાં શ્રદ્ધાળુ અને ધીર પુરૂષોએ લોકેષણા ન કરવી જોઈએ.
ભાવાર્થ :- તીર્થને કરે છે તે તીર્થકરો કહેવાય છે. તેમના વચનમાં નિશ્ચલ, રૂચિયુક્ત, શ્રદ્ધાળુ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે. ભગવાને જે વસ્તુ જે રીતે જણાવી છે તે વસ્તુ તે રીતે જ છે. પરંતુ, બીજાએ કહેલું વચન જેમ બાધિત થાય છે તેમ પરમાત્માનું વચન બાધિત થતું નથી. આવી શ્રદ્ધાયુક્ત હોય છે. તેમાં કાલનું અનાદિપણું હોવાથી અતીત (ભૂતકાળના) તીર્થકરો અનંતા છે, હવે પછીના ભવિષ્યકાલનો પણ અંત નથી. તેથી ભાવિકાળમાં પણ અનંતા તીર્થંકરો થશે. તેથી તીર્થકરનો સદૂભાવ હંમેશ માટે છે. પ્રજ્ઞાપકની અપેક્ષાએ વર્તમાન તીર્થકર અનવસ્થિત છે. તેમાં ઉત્કૃષ્ટા અને જઘન્ય તીર્થકર આ રીતે જાણવા. અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટપણે, ૧૭૦ જીનેશ્વર આ રીતે થાય છે. પાંચ મહાવિદેહમાં ૩ર ક્ષેત્ર (વિજય) છે. તેથી તે પાંચેયમાં ૩૨ તીર્થકર ૩૨ x ૫ = ૧૬૦ અને પાંચ ભરત અને પાંચ ઐરાવત એમ ૧૦ તેથી કુલ ‘૧૭)” જિનેશ્વર ઉત્કૃષ્ટા થાય. જઘન્યથી પાંચેય મહાવિદેહમાં “જ' તીર્થકર તો હોય જ. તેથી ૫ x ૪ = ૨૦ તીર્થકર થાય છે. એકાન્ત સુષમા વિ. સમયમાં ભરત, ઐરવતમાં તીર્થકર (સાક્ષાત)નો અભાવ જ હોય છે. આ બધું જ કોઈક પૂછે ત્યારે અથવા સામાન્ય રીતે પણ દેવ, મનુષ્યાદિની સભામાં સર્વજીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. તેવી ભાષાપૂર્વક, અર્ધમાગધી ભાષાથી, જીવાદિ સાતે પદાર્થો, સમ્યગદર્શનાદિરૂપ મોક્ષમાર્ગ, મિથ્યાત્વાદિ કર્મબંધનો હેતુ, સત્-અસત્ વિ. અનેક ભાંગારૂપ તત્ત્વ, પૃથ્વીકાયાદિ જીવોના સ્વરૂપની પ્રરૂપણા કરે છે. આ સર્વપ્રરૂપણા સત્ય જ છે એ પ્રમાણેની શ્રદ્ધાયુક્ત હોય તે ધીર છે. (કહેવાય છે.) આવો ધીર આત્મા સંસર્ગાદિજન્ય મિથ્યાત્વ કદાચ આવવાનો સંભવ થાય (પ્રસંગ આવી જાય) તો પણ શ્રુત, ચારિત્રરૂપ ધર્મને જાણીને સમ્યકત્વનો ત્યાગ નથી કરતો અને લોકૈષણા અર્થાત્ ઈષ્ટ શબ્દાદિમાં પ્રવૃત્તિ, અનિષ્ટમાં હેય બુદ્ધિ નથી કરતો. કારણ કે લોકૈષણા એ સાવદ્ય પ્રવૃત્તિમાં કારણરૂપ છે. જે જીવોએ આ પરમાર્થ જાણ્યો નથી. તેવા જીવો ઈન્દ્રિયના વિષયોમાં લીન થઈને વારંવાર દુઃખી થાય છે. તેથી અપ્રમત્ત થઈને નિદ્રા-વિકથા આદિ પ્રમાદ રહિત થઈને આંખના પલકારા ખોલવા કે બંધ કરવામાં પણ સદા ઉપયોગવંત કર્મશત્રુને મૂળથી દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રમાણેનો