SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः सुखाभाव:, एवमन्येनापि मुमुक्षुणा तदुपदेशवर्त्तिना तन्मार्गानुयायिना कषायवमनं विधेयमिति માવ: || ૨૦ || જે હંમેશાં મોક્ષમાર્ગની સાધના કરે છે તે જ આત્માનો મિત્ર છે. તે કહે છે. સૂત્રાર્થ :- સમદર્શી એવો તેજ (સાધુ) આત્માનો મિત્ર છે અને ક્રોધાદિને વમનારો છે. એવું સર્વજ્ઞનું કથન છે. १९८ ભાવાર્થ :- રાગ-દ્વેષથી મુક્ત મુનિ પૂર્વે ભોગવેલા વિષયસુખ ભોગાદિને યાદ નથી કરતો. પરમાત્માના વચનરૂપી અમૃતપાનથી જેમ પૂર્વનો સંસાર હતો તેમ અનાગત = ભવિષ્યકાળના સંસારને પણ માને છે. તેથી તે અનાગત સુખને ઈચ્છતો નથી. ધર્મ-શુક્લ ધ્યાનમાં રક્ત, તે મુનિ પૂર્વોપાર્જિત કર્મનો ક્ષય કરવા માટે, ઈષ્ટવસ્તુ ન મળે અથવા તો તેનો વિનાશ થાય અને તેના દ્વારા થતા માનસિક જે ફેરફાર રૂપ અરિતમાં અથવા તો ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી થતાં આનંદરૂપ રતિમાં, આ રિત-અરિત બંને છોડવાલાયક છે. તેથી તે બન્નેમાં આગ્રહ રહિત, તે બન્ને પરિસ્થિતિમાં રહે છે તેવા મુમુક્ષુનું પોતાની આત્મશક્તિ વડે સંયમ અનુષ્ઠાન સફળ થાય છે. પરંતુ, બીજાના ઉપકારીપણાથી નહીં. અહીં ‘પર’ શબ્દથી મિત્રાદિ જાણવા. તે મિત્રાદિ સંસારના સહાયરૂપ-ઉપકારી છે. માટે મિત્ર નહીં કિન્તુ મિત્રાભાસ રૂપ જ છે. ખરેખર ઉપકારી તો પારમાર્થીક, આત્યન્તિક, એકાન્તિક સુખાદિ ગુણયુક્ત સન્માર્ગ સ્થિતિ આત્મા જ મિત્ર છે. આવો મિત્રરૂપ આત્મા જ મોક્ષ સુખ મેળવવામાં કારણ છે. બાહ્ય મિત્ર કે શત્રુ તે ભાગ્યના વશથી મળે છે. જે ઔપચારિક મિત્ર કહેવાય છે. બાહ્ય વિષયની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થતી આત્માને જ એકદમ ત્યાંથી પકડીને ધર્મધ્યાનાદિ દ્વારા દુ:ખથી છૂટકારો અપાવે છે તેથી કર્મ તેમજ તેના આશ્રવ દ્વારોને દૂર કરતો, સન્માર્ગમાં રહેલો તેજ ખરેખર મુનિ છે. આ સેવન રિજ્ઞાથી સંયમને જાણીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ગુરુસાક્ષીએ જે પ્રતિજ્ઞા લીધી છે. તેનું પાલન કરવું જોઈએ. આ રીતે પરમાત્માની આજ્ઞાયુક્ત, બુદ્ધિમાન મુનિ વ્યાધિ કે ઉપસર્ગથી આવેલા દુઃખ વડે વ્યાકુલમતિ યુક્ત થઈને તે દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરતો નથી. ઈષ્ટ વસ્તુ મળે તો રાગ તેમજ અનિષ્ટ વસ્તુથી દ્વેષ થવાનો સંભવ છે. આ રીતે વિવેકી થયેલો જીવ ચૌદ જીવસ્થાનકમાંથી કોઈપણ એક જીવસ્થાનથી જાણવાલાયક લોકથી છૂટે છે. આ કારણથી જ સ્વ-૫૨નો અપકાર કરનાર ક્રોધાદિનું વમન કરે છે. ખરી રીતે તેનું જ સાધુપણું છે. तदुक्तं श्रामण्यमनुचरतः मुहूर्तेन इति । સાધુ જીવન જીવવા છતાં પણ જેના કષાયો ઉત્કટ (અત્યંત) હોય છે તેનું સાધુજીવન શેરડીના ફૂલની જેમ નિષ્ફળ છે, તેમ હું માનું છું. દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી જે ચારિત્ર પાળ્યું છે, તેને ફક્ત મુહૂર્તના કષાય વડે મનુષ્ય હારી જાય છે. એ પ્રમાણે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy