________________
आचारांगसूत्र
यया साऽऽज्ञा, सा च द्रव्यार्थातिदेशादनाद्यनिधना जीवानुपरोधिनी हितकारिण्यकुशलदुरवगमा च, एतज्ज्ञानवर्त्ती साधुर्दृढधर्मा जितेन्द्रियकषायो भवति, अत एवोपदेशक:, तीर्थकरावेदितप्राणिदुःखकारणवेदी धर्मकथालब्धिसम्पन्नः स्वपरसमयविदुद्युक्तविहारी यथावादी तथाका देशकालादिक्रमज्ञो ज्ञपरिज्ञयोपादानकारणपरिज्ञानं निरोधकारणपरिच्छेदञ्च स्वीकरोत्युदाहरति च, प्रत्याख्यानपरिज्ञया च परिहरति परिहारयति च, तथा मानुषस्य यद्दुःखं प्रवेदितं यस्य च दुःखस्य परिज्ञां कुशल उदाहरति तद्दुःखं कर्मकृतं तत्कर्माष्टप्रकारं तदाश्रवद्वाराणि च ज्ञपरिज्ञया परिज्ञाय प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्याय तदाश्रवद्वारेषु सर्वैः प्रकारैर्योगत्रिककरणत्रिकैर्न वर्त्तेतेति सर्वशः परिज्ञाय कथयति, ईदृशं सर्वशः परिज्ञानं केवलिनो गणधरस्य चतुर्दशपूर्वविदो वा, एवंविध उपदेशको न मोक्षमार्गादन्यत्र रमते, अरक्तद्विष्टत्वा - देवानुग्रहबुद्ध्या द्रमकचक्रवर्त्त्यादेरेकरूपतया सति ग्रहणसामर्थ्य उपदेशो दीयते अयमेव चाष्टप्रकारेण कर्मणा बद्धानां जन्तूनां प्रतिमोचकः, पुण्यापुण्यवतोर्धर्मकथासमदृष्टित्वाद्विधिज्ञत्वाच्छ्रोतृविवेचकत्वाच्च । एवंविधो धर्मकथाविधिज्ञो बद्धप्रतिमोचकः कर्मापनयनिपुणः सत्पथव्यवस्थितः कुमार्गं निराचिकीर्षुः सर्वसंवरचारित्रोपेतो मुनिः केवलिभिर्विशिष्टमुनिभिर्वा यदनारब्धं तन्नारभते यच्च मोक्षाङ्गमाचीर्णं तत्करोतीति ॥ २७ ॥
१८९
(આ રીતે પરિગ્રહનો ત્યાગી મુનિ જ) આ જ મોક્ષમાં જવાની યોગ્યતાવાળો તથા બીજાને ઉપદેશ દેવાને લાયક છે. તે જણાવતાં કહે છે.
સૂત્રાર્થ :- આજ્ઞાનુવત્તિ અને ઉપદેશક આ જ છે.
ભાવાર્થ :- ધન-ધાન્ય આદિનાં મમત્વ તેમજ રાગ-દ્વેષાદિથી અટકેલ સાધુ જ કષાયરૂપી ઘાસના સમુહને બાળવામાં દાવાનલ તુલ્ય તેમજ તલવારની ધાર તુલ્ય ભગવાનની આજ્ઞાને અનુવર્તન (પાલન કરવાના)ના સ્વભાવવાળો છે. જેના દ્વારા પ્રાણિસમૂહ હિતની પ્રવૃત્તિમાં આજ્ઞા કરાય તે આજ્ઞા કહેવાય છે. અને તે આશા દ્રવ્યાર્થિકનયથી (આદેશથી) અનાદિ અનંત, જીવોને અનુ૫રોધ (પીડા નહીં) કરનારી, હિતકારિણી, અકુશલને દૂર કરનારી છે. આવા જ્ઞાનવાળો સાધુ દઢધર્મવાળો, ઈન્દ્રિયોને જીતનારો અકષાયી થાય છે. આથી જ ઉપદેશ દેવા યોગ્ય છે. તીર્થંકર પરમાત્માએ જણાવેલ પ્રાણીઓના દુઃખના કારણનો જાણકાર, ધર્મકથાલબ્ધિથી યુક્ત, સ્વ-પર શાસ્ત્રનો જ્ઞાતા ઉઘુક્તવિહારી જેવો ઉપદેશ આપે, પોતે આપે છે તે પ્રમાણે સ્વયં આચરણ કરતો. દેશ-કાળ આદિના ક્રમને જાણનાર, જ્ઞપરિજ્ઞાવડે ઉપાદાન (મૂળ) કારણને જાણી અને તે તે પાપક્રિયાનો નિરોધકારણ (અટકાવનાર કારણ)ને જાણે છે. સ્વીકારે છે અને બીજાને સમજાવી શકે છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પાપનો પરિહાર (ત્યાગ) કરે છે અને બીજા પાસે કરાવે છે. તેમજ