SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ सूत्रार्थमुक्तावलिः वारककर्मप्रध्वंससमुज्ज्वलदखिलवस्तुजालसमुद्भासिज्ञानानन्तसुखसाधनाय संयमानुष्ठानाय जुगुप्सा न कार्या, अलाभादौ न वा खेदमुपेयात्, लाभान्तरायोऽयं मम, अनेन चालाभेन कर्मक्षपणायोद्यतस्य मे तत्क्षपणसमर्थं तपो भावीति विचिन्तयेत्, न वाऽपर्याप्तमुपलभ्य दातारं निन्देत्, समुपलब्धपरिपूर्णभिक्षादिलाभो नोच्चावचालापैः स्तुतिं विदध्यादिति ॥ २४ ॥ હવે ભોગમાં આસક્તિ ન કરવી જોઈએ તે કહે છે. સૂત્રાર્થ :- ભોગો દુઃખદાયક છે. તેથી સંસાર સમુદ્રના તીરને (પારને) પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ ભોગમાં આસક્ત ન થવું જોઈએ. ભાવાર્થ - કામ વિ. ભોગ છે. તેના કારણભૂત સ્ત્રી, સોનું, પશુ, ધાન્ય આદિ સર્વ દુઃખને માટે થાય છે તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ બંને દુઃખરૂપ જ છે. શબ્દાદિ વિષયોના દુઃખને નહીં જાણતા (વિચારતા) જીવો ખરેખર વિષયો સેવે છે. આવી ભોગવવાલાયક અવસ્થામાં અમે ભોગ કેમ ન ભોગવીએ ? અથવા તો અમારી કેવી દશા કે મળેલા ભોગોને (વિષયો) પણ ભોગવી શકતા નથી. બ્રહ્મદત્તાદિની જેમ. બધા જીવોને આવા અધ્યવસાય નથી હોતા. સનતકુમાર આદિમાં વ્યભિચાર (દોષ) આવે છે. કારણ કે જેમને તત્ત્વનું જ્ઞાન નથી તેવા જીવોને આવા વિચાર આવે છે. સનતકુમાર આદિ નહીં કારણ કે તેઓ તો મળેલા ભોગને પણ છોડે છે.) વિવેકી જીવો તો ભોગોને દુઃખના કારણરૂપ જ માને છે. સ્ત્રી આદિને પણ દુઃખના કારણ જ માને છે. તેમાં આસક્ત જીવ-કર્મ બાંધે છે. તેનાથી રોગાદિ થાય છે. તેથી મૃત્યુ અને તેથી નરકાદિ ગતિ મળે છે. તેમાંથી નીકળીને ગર્ભરચના, શુક્ર અને રૂધિરનું મિશ્રણ (ગર્ભવેઝન ચમ), વ્યાધિ, સ્નાયુ (માંસપિંડી)નો સમુદાય ગર્ભપ્રસવ આદિ ઘણા ફ્લેશો ઉત્પન્ન થાય છે. તેમજ પ્રિય એવા જીવન માટે ધન મેળવવામાં દુ:ખને ગણકાર્યા વિના તેના રક્ષણના પરિશ્રમને પણ વિચાર્યા વિના, ધનની ચંચળતાને નહિ ગણકારીને ધન ભેગું કરે છે. તે પણ અંતરાય કર્મના ઉદયથી તેઓના ઉપભોગ માટે થતા નથી, પુત્રો નાશ કરે છે. ચોરો ચોરી જાય છે. રાજાઓ છીનવી લે છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. અને એનાથી ઘણું દુ:ખ થાય છે. અનુભવે છે. તેમજ જે ધનાદિના કારણે ભોગોપભોગ થાય છે. ક્યારેક કર્મપરિણતિની વિચિત્રતાથી તે જ ધનાદિ વડે તે ભોગપભોગ થતા નથી. તેમજ સ્ત્રીએ કરેલા ભૂવિક્ષેપાદિ ભાવ વડે મોહાયેલા, કૂર કર્મકરનારા, સ્ત્રીને વશ થયેલા જીવો નરકના ખરાબ વિપાકરૂપ ફળને નહીં ગણકારીને પોતે નાશ પામે છે. બીજાઓને પણ આ સ્ત્રીઓ ઉપભોગના સ્થાનરૂપ છે. તેના વિના શરીર સ્થિતિ નથી. ઈત્યાદિ ઉપદેશ આપવા વડે વિનાશ કરે છે...! તેથી જ આ મોહહેતુ (કારણોને)ને વિચારીને સંસારથી પાર પામવાની ઈચ્છાવાળા મુનિ ત્યાં (તમાં) આસક્તિ ન કરવી જોઈએ. (તીરપર શબ્દનો તાત્પર્યાર્થ જણાવે છે.) તીરં =મોહનીય કર્મનો ક્ષય, પારં = બાકીના ચાર ઘાતકર્મનો નાશ. અથવા તો તીર = ચાર ઘાતકર્મનો નાશ. પાર = ભવોપગ્રાહી કર્મનો અભાવ. તેને અર્થાત્ કર્મક્ષયને મેળવવાની
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy