SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ सूत्रार्थमुक्तावलिः પાંદડા જેમાં ખરે તેવું તેમજ ગર્ભરચના, કલલ, અબ્દ, માંસપેશી આદિ જન્મ, જરા, મરણરૂપ શાખા છે. જેની એવું તેમજ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિરૂપ સ્કંધ = થડરૂપ જેમાં છે એવા સંસારરૂપ વૃક્ષનું કારણ આઠ કર્મ છે. અને તેનું (કર્મનું) મૂળ કષાયાદિ છે. એ પ્રમાણેનો ભાવાર્થ છે. હવે સંસારનો નિક્ષેપ કરે છે. વ્યતિરિક્ત દ્રવ્યસંસાર – દ્રવ્ય સંસ્કૃતિસ્વરૂપ (સહજ સંસારરૂપ છે.) ક્ષેત્ર સંસાર-દ્રવ્ય સંસારનો આધાર તે (લે.સં.) દ્રવ્ય સંસારમાં જે પસાર થતો સમય તે કાલ સંસાર, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ અને તે ચારે પ્રકારની આનુપૂર્વાના ઉદયથી બીજા ભવમાં સંક્રમ થવો (જન્મ લેવો.) તે ભાવ સંસાર...! વળી, ઔદયિકાદિ ભાવ પરિણતિરૂપ સંસારનો સ્વભાવ તે ભાવસંસાર...! નામ, સ્થાપના, દ્રવ્ય, ઉત્પત્તિ, પ્રત્યય, આદેશ, રસ, ભાવ એમ આઠ પ્રકારે કષાયનો નિક્ષેપ, નામ-સ્થાપના તો સ્પષ્ટ જ છે, ગ્રહણ કરવાની ઈચ્છાથી, ગ્રહણ કરેલા, ઉદીરીત કર્મ, ઉદયમાં નહીં આવેલા પુદ્ગલ દ્રવ્ય જેમાં પ્રધાન છે, તેથી તે કર્મ દ્રવ્યકષાય બહેડા આદિ કષાયેલા રસયુક્ત) દ્રવ્ય તે નોકર્પદ્રવ્યકષાય...! શરીર, ઉપધિ, સ્થાન, વાસ્તુ, થાંભલો આદિ જેના આશ્રયથી કષાયોનો ઉદય તે ઉત્પત્તિ કષાયો, કષાયના બંધમાં કારણભૂત ગમતા કે નહીં ગમતા શબ્દો વિ. પ્રત્યય કષાય છે. કૃત્રિમ રીતે ભવાં ચડાવવા વિ. આદેશ કષાય છે. મધુર, આમ્સ, કટુ, તિક્ત, કસાયેલો (તૂરો.) એ પાંચ કષાયની અંતર્ગત જે કષાયરસ તે રસકષાય, શરીર, ઉપધિ, ક્ષેત્ર, વાસ્તુ, સ્વજન, દાસ, પૂજા આદિના નિમિત્તથી થતા શબ્દાદિ કામગુણ છે તેનાથી થતાં કષાય કર્મના ઉદયથી આત્મપરિણામ વિશેષ, ક્રોધ, માન, માયા, લોભ. દરેકના અનંતાનુબંધી આદિ ભેદથી ૧૬ પ્રકારના છે. આનું વિવેચન મારા વડે કરાયેલ તત્ત્વન્યાયવિભાકર ગ્રંથમાં વિવેચન છે. (પૂ.આ.દે.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.) (વિસ્તારથી છે.) નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના ભેદથી “મૂલ'ના ૧૬' પ્રકાર બતાવ્યા છે. (નિક્ષેપ છે.) ઉભયવ્યતિરિક્ત દ્રવ્યમૂલ ઔદયિક, ઉપદેશ અને આદિમૂલ એમ ત્રણ ભેદે છે. વૃક્ષ આદિના મૂલ વડે પરિણત જે દ્રવ્ય “ઔદયિક દ્રવ્ય મૂલ” છે. બિમારને વૈદ્ય વડે રોગના નાશ માટે બતાવેલ કીડી વિ.ના મૂલરૂપ જે દ્રવ્ય તે “ઉપદેશ દ્રવ્ય મૂલ.” સ્થાવર નામ-ગોત્ર કર્મની જે પ્રકૃતિ તેના કારણે જે વૃક્ષાદિના મૂલની ઉત્પત્તિમાં પ્રથમ કારણભૂત છે. અને જેનાથી મૂલ ઉત્પન્ન થાય છે તે “આદિ દ્રવ્ય મૂલ” છે. ઔદારિક શરીરરૂપ મૂલ બનાવવામાં ઉદય પામતાં એવા કામણ શરીરગત પુગલો તે દ્રવ્યમૂલ ઉત્પત્તિમાં શરીર મુખ્ય કારણ છે. આ પ્રમાણેનો ભાવાર્થ છે. મૂલની ઉત્પત્તિ અથવા તેની વ્યાખ્યાના આધારભૂત જે ક્ષેત્ર (સ્થાન.) તે “ક્ષેત્રમૂલ” કહેવાય છે. તેની ઉત્પત્તિના વ્યાખ્યાનમાં નિમિત્તભૂત જે કાલ તે “કાલ મૂલ” કહેવાય છે. ભાવમૂલ ત્રણ પ્રકારે - ઔદયિક ભાવમૂલ, ઉપદેશ ભાવમૂલ અને આદિમૂલ...! નામ-ગોત્ર કર્મના ઉદયથી વનસ્પતિકાયરૂપ ભૂલને અનુભવ કરતો જે મૂલમાં રહેલો જે જીવ તે જ “ઔદાયિક ભાવમૂલ છે !” પ્રાણીઓ જે કર્મવડે મૂલ તરીકે ઉત્પન્ન થાય છે. તેવું ઉપદેશ કરનાર મોક્ષ અને સંસારના
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy