SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १४३ અવ્યભિચાર કાર્ય આદિ હેતુ. સંબંધગ્રહણનો અસંભવ હોવાથી અનુમાનગમ્ય પણ નથી, સામાન્ય ગ્રહણનો અસંભવ હોવાથી અને અતિન્દ્રિયપણું હોવાથી ઉપમાનગમ્ય પણ નથી. તેની સાથે પદશક્તિગ્રહણનો અસંભવ હોવાથી તે આગમવેદ્ય નથી. તેની પછી સઘળા અર્થની ઉપપત્તિ હોવાથી, અર્થાપત્તિથી પણ નથી જણાતું. એ પ્રમાણે અનુપલબ્ધિવિષયપણાથી તેનો અભાવ જ સિદ્ધ થાય છે એ પ્રમાણેની આશંકામાં કહે છે. સૂત્રાર્થ :- અસાધારણ સમ્ પ્રત્યયથી આત્મા છે.....॥૬॥ ભાવાર્થ :- વળી, આત્માનું પ્રમાણ નથી એવું નથી, પરંતુ તે અમ્ પ્રત્યયવડે પ્રત્યક્ષપણે વિષયભૂત કરાય છે. એ પ્રમાણેનો ભાવ છે. અમ્ પ્રત્યય લિંગથી કે શબ્દથી થયેલો નથી, તેના અનુસંધાન વિના પણ થતો હોવાથી, એ પ્રમાણે આત્મા પ્રત્યક્ષવિષય છે. તેનો (આત્માનો) જ્ઞાનગુણ સ્વસંવિત્ (પોતે જ પ્રકાશરૂપ, એટલેકે પોતેજ-પોતાને જણાવે બીજાની જરૂર ન પડે) સિદ્ધપણે હોવાથી (આત્મા પ્રત્યક્ષ વિષય છે.) કોઈપણ વિષયની વ્યવસ્થા પોતાની અનુભૂતિને આધારે થાય છે. જેમ ઘટ-પટ આદિ પદાર્થના રૂપાદિગુણનું પ્રત્યક્ષ થવાથી જ પ્રત્યક્ષના વિષયભૂત થાય છે. તેની સિદ્ધિ અનુમાનથી પણ થાય છે. (હેતુ સ્વસંવિત્ સિદ્ધત્વ મળી ગયો હોવાથી) કારણ કે પ્રત્યક્ષ પ્રમાણ મળી ગયું છે. (તેથી શક્ય છે.) શરીરાદિ વિષય જ અહમ્ પ્રત્યય થાઓ એ પ્રમાણેની આશંકામાં કહે છે. (એ પ્રમાણે કોઈ કહેતું હોય તો) તેને માટે સૂત્રમાં અસાધારણ પદ આપેલું છે... જો ‘અહમ પ્રત્યય' પૃથ્વી આદિમાં થાય તો હું પૃથ્વી છું, પાણી છું વિ. રૂપ અહમ્ પ્રત્યય થવો જોઈએ. પણ, આવું થતું નથી. આમ સામાન્યથી ન થાય પણ વિશેષથી હું ગોરો છું. હું કાળો છું ઈત્યાદિ પ્રત્યય થાય છે જ એ પ્રમાણે કહેવું નહીં. કારણ કે અહંકારના કર્તાનો વિષય હોવાથી (દરેકને ભિન્ન ભિન્ન) પ્રત્યય થવાથી અને શરીરના ભેદ વડે અપ્રતિસાતૃ હોવાથી (અંગીકાર નહીં થવાથી) જેમ પુષ્પમાળા, ચંદનલેપ આદિ સુખસાધનને મેળવીને તેને મેળવવાની ઈચ્છાવાળો પ્રયત્નપૂર્વક તેને મેળવતાં હું સુખી છું. એવું જે અંગીકાર કરે છે. (કરાય છે.) અને સર્પ, કાંટો આદિ દુઃખના સાધનને પ્રાપ્ત કરીને પણ તે નહીં છૂટવાથી હું દુ:ખી છું. (એ પ્રમાણે સ્વીકારાય છે.) આ અનેકને આશ્રયપણે હોવાથી વિરોધી છે. ચૈત્ર-નૈત્રના સુખ આદિમાં તેનું દર્શન નહીં થવાથી, અને પ્રાણીઓનું હંમેશાં પરિણતિભેદે ભિન્નપણું હોવાથી. વળી જેમ હું પહેલાં ગોરો, જાડો, નાનો હતો. હમણાં કાળો, પતલો, લાંબો છું. એ પ્રમાણે શરીરના ગુણો પણ બદલાય જ છે. એ પ્રમાણે ન કહેવું. તેની ભ્રાન્તિરૂપ હોવાથી. (અર્થાત્ અહમ્ પ્રત્યય બદલાતો નથી.) પ્રસ્તુતમાં જે અનુસંધાન છે તે ભ્રાન્તિ છે એવું નથી. કારણ કે સ્મરણ કરનારને ભ્રાન્તિ નહીં હોવાથી, બીજા વડે જોયેલાનું સ્મરણ અન્યને થતું નથી. જો એવું થાય તો અતિવ્યાપ્તિનો દોષ આવે. પરંતુ, આ જ્ઞાનનું શરીર ધર્મપણે બીજાઓ વડે પણ ગ્રહણ કરાય છે. ખરેખર જે પ્રત્યક્ષ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy