________________
१३२
सूत्रार्थमुक्तावलिः अङ्गानामाचारस्तस्यानुयोगार्थस्तस्य यथास्वं विनियोगस्तस्य चरणं तस्य च निर्वाणं तस्यापि चाव्याबाधस्थितिः सार इति ।। २ ॥
હવે તેના નિક્ષેપને સૂચવતાં કહે છે –
સૂત્રાર્થ - એકાર્થ, પ્રવર્તન, પ્રથમ અંગ7, ગણિ, પરિમાણ, સમવતારના સાર વડે ભાવાચારનું વિશેષપણું છે.
ભાવાર્થ :- એક અર્થવાળા પર્યાયવાચી શબ્દો. જેમ આચાર, આગાલ, આકર, આશ્વાસ, આદર્શ, આંગ, આચર્ણ, આજાય, આમોક્ષ ભાવ આચારના પર્યાયવાચી શબ્દો છે.) ભાવાચારના (પર્યાયવાચી શબ્દો) એ પ્રમાણે (કહેવાથી) આના વડે નામ-સ્થાપના-દ્રવ્ય આચારોના આ પર્યાયવાચી નથી એ પ્રમાણે કહેલ છે. તે આ પ્રમાણે... આચારના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી ચાર પ્રકારનો નિક્ષેપ છે. નામ આચાર, સ્થાપનાચાર તે બે પ્રસિદ્ધ છે. તેમજ જ્ઞશરીર ભવ્યશરીરના લક્ષણરૂપ દ્રવ્યાચાર ભેદ પણ પ્રસિદ્ધ છે. બંનેથી જુદો દ્રવ્યાચાર નામન, ધાવન, વાસન, શિક્ષાપન, સુકરણ આ વિરોધી જે દ્રવ્યો લોકમાં છે તે રૂપ છે. નામi = નમાવવું. તે દ્રવ્ય બે ભેદે છે. (૧) આચારશીલ, (ર) અનાચારશીલ. નેતરની સોટી વિ.ને નમાવવાના સ્વભાવરૂપે થાય છે, તે રૂપે પરિણમે છે. તે આચારશીલ અને એરંડા વિ. દ્રવ્યને નમાવાતું નથી તે અનાચારશીલ.
ધવનં = ધોવું. હળદરથી રંગાયેલા વસ્ત્રને ધોવું તે આચારવત્ કારણ કે સુખપૂર્વક ધોઈ શકાય. જયારે) કીરમજીના રંગથી રંગાયેલું અનાચારવત્ કારણ કે સુખપૂર્વક ધોઈ શકાય (જયારે), કીરમજીના રંગથી રંગાયેલું અનાચારવત્ કારણ કે રાખમાંથી પણ રંગ જતો નથી. વીસન = સુગંધિત કરવું. કવેલુક આદિ તે આચારશીલ. સુગંધી ફૂલ આદિ વડે વાસિત કરેલ હોવાથી, ગુલાબી રંગના પુષ્પ આદિ વડે વાસિત કરી શકાતું નથી. વૈડુર્યઆદિ અનાચારશીલ. અશક્યપણું હોવાથી. શિક્ષા = પોપટ, મેના આદિ તે આચારવતું, કારણ કે તેને સુખપૂર્વક મનુષ્ય ભાષાદિ શીખવી શકાય છે. કાબર વિ. પક્ષી અનાચારવત્ (ભાષા શીખવી શકાતી નથી.) સુવર = સુખપૂર્વક કરી શકાય. (સારી રીતે કરવું.) સુવર્ણ આદિ આચારવત્ કારણ કે તેના કડા આદિ સુખપૂર્વક કરાતા હોવાથી, ઘડો, લોઢું વિ. અનાચારવતું. વિરોધું = વિરોધ વિનાનું, ગોળ, દહીં વિ. આચારવત્ કારણ કે રસવાળા થવાથી ઉપભોગ (ખાવા યોગ્ય) અને ગુણવાળા થવાથી (જયારે) તેલ અને દૂધ બેનો વિપર્યાય હોવાથી (વિપરિત દ્રવ્ય.) અનાચારવત્ છે. પાખંડી આદિએ કરેલ પંચરાત્રિ આદિ આચાર તે લૌકિક ભાવાચાર, (અને) જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચારના ભેદથી પાંચ પ્રકારનો આચાર તે અલૌકિક ભાવાચાર. તેમાં જ્ઞાનાચાર પણ (૧) કાલ (૨) વિનય (૩) બહુમાન (૪) ઉપધાન (૫) અનિન્દવ (૬) વ્યંજન (૭) અર્થ (૮) તદુભય વ્યંજન/અથ). એમ આઠ પ્રકારનો છે. દર્શનાચાર – (૧) શંકા રહિત