SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ सूत्रार्थमुक्तावलिः सर्वजीवेषु च तुल्यं वर्त्तते तस्य सामायिकं भवति, यस्य च न कश्चिद्वेष्यः प्रियो वा सर्वत्र सममनस्कत्वात् तस्य सामायिकं भवति । यदि द्रव्यमन आश्रित्य श्रमणः सुमना भवेत् भावेन च पापमना न भवति स्वजने परजने मानापमानयोश्च समो भवति तदा श्रमणो भवेत् । अत्र च ज्ञानक्रियारूपं सामायिकाद्यध्ययनं नोआगमतो भावसामायिकम्, ज्ञानक्रियासमुदाये आगमस्यैकदेशवृत्तित्वात्, नोशब्दस्य च देशवचनत्वात्, तथा च सामायिकवतः साधोरपि नोआगमतो भावसामायिकत्वम्, सामायिकतद्वतोरभेदोपचारात् ॥४४॥ હવે નામનિષ્પન્ન કહે છે - સામાયિક આદિ નામ નિષ્પન્ન છે. સામાયિક આદિ નામ છે, આદિ શબ્દથી ચતુર્વિશતિ આદિ ગ્રહણ કરવું, સામાયિકના નામસ્થાપના-દ્રવ્ય-ભાવ ભેદથી ચાર પ્રકારનો નિક્ષેપ છે. નામ અને સ્થાપના સ્પષ્ટ છે. દ્રવ્ય નિક્ષેપ પણ ભવ્ય શરીર દ્રવ્ય સામાયિક સુધી સ્પષ્ટ જ છે અને ઉભયથી વ્યતિરિક્ત તે પત્ર પુસ્તકમાં લખાયેલ છે. નોઆગમત આ છે. વળી ભાવ સામાયિક તો આગમતથી અને જ્ઞાતોપયુક્ત છે. નોઆગમથી જેને મૂલગુણમાં અને અનશન વિગેરે ઉત્તરગુણમાં સર્વકાલ વ્યાપાર હોવાથી સહિત એવો આત્મા હોય છે. તેને સામાયિક હોય છે અને સર્વ ભૂત એવા ત્રસ અને સ્થાવરો પર મૈત્રી ભાવ હોવાથી જે સમ છે, જેવી રીતે પોતાના આત્માને હનન આદિથી થયેલું દુઃખ પ્રિય નથી, તેવી રીતે સર્વ જીવોને પણ પ્રિય ન હોય એ પ્રમાણે ચિત્તમાં વિચારીને જે સમસ્ત એવા પણ જીવો સ્વયં હણતો નથી, બીજા વડે હણાવતો નથી, હણતા એવા અન્યોને સમ્યફ અનુજ્ઞા કરતો નથી અને સર્વ જીવોને વિશે તુલ્ય વર્ષ છે, તેને સામાયિક હોય છે અને સર્વત્ર સમાન મનવાળો હોવાથી જેને કોઈ દ્રષ્ય નથી અથવા પ્રિય નથી તેને સામાયિક હોય છે. જો દ્રવ્ય મનને આશ્રયને શ્રમણ સારા મનવાળો હોય અને ભાવથી પાપમનવાળો ન હોય, સ્વજન-પરજન-માન-અપમાન વિશેષ સમ હોય ત્યારે શ્રમણ થાય, અહીં જ્ઞાનક્રિયા સ્વરૂપ સામાયિક આદિ અધ્યયન તે નોઆગમથી ભાવ સામાયિક છે. કારણ કે, જ્ઞાન ક્રિયા સમુદાયમાં આગમ એકદેશવૃત્તિ છે અને નો શબ્દ તે દેશવચન સ્વરૂપ છે. તેવી રીતે સામાયિકવાળા સાધુને પણ નોઆગમતથી ભાવસામાયિકત્વ છે. કારણ કે, સામાયિક અને સામાયિકવાળાનો અભેદ ઉપચાર કરેલો છે. अथ सूत्रालापकनिष्पन्नमाह-- सूत्रालापकानां नामादिभिर्निक्षेपस्सूत्रालापकनिक्षेपः ॥४५॥ सूत्रेति, 'करोमि भदन्त ! सामायिक मित्यादीनां सूत्रालापकानां नामस्थापनादिभेदभिन्नो यो न्यासः स सूत्रालापकनिष्पन्नो निक्षेप इत्यर्थ इति निक्षेपद्वारम् ॥४५॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy