SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યય = આલંબનથી પણ (ભોગોને) ત્યજે છે. કોની જેમ? જંબુને જોઈને (= એના આલંબને) જેમ પ્રભવે ભોગોને છોડ્યા તેમ. આ ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારાર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ છે : રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠિનો પુત્ર જંબુ (હતો.) ઉત્પન્ન થયેલા ચારિત્રના પરિણામવાળા તેણે દીક્ષાની રજામાટે માતા-પિતાને પૂછ્યું. તે બંને પુત્રના સ્નેહથી મોહિત હતા = યુક્ત હતા. જ્યારે (જંબુ) પ્રવ્રજ્યાની દુષ્કરતા વિગેરેના વર્ણન વડે (વર્ણનની સામે) પ્રત્યુત્તર આપવામાં સમર્થ હોવાથી (સંસારમાં રહેવા) તૈયાર ન થયો ત્યારે “પુત્ર! અમે વરના મુખને જોઈએ (એટલે કે એકવાર તું વર બન પછી તારી ઈચ્છા)” એ પ્રમાણે તેની પાસે માંગણી કરી. તેથી માતા-પિતાના આગ્રહથી જંબુ (ઘરે) રહ્યો. “જો અમારા વડે (જબુ) (સંસારમાં) નહીં રખાય તો અમે એમને જ અનુસરશું (એટલે કે એમની પાછળ અમે પણ જઈશું)” એ પ્રમાણે કરાયેલા પ્રતિજ્ઞાવાળી આઠ કન્યાઓને તે પરણ્યો. વાસભવન = અન્તઃપુરમાં આઠના પ્રતિબોધમાં પ્રવૃત્ત જંબુ હોતે છતે ઘણાં ચોરોના પરિવારવાળો પ્રભવનામે પલ્લિપતિ અવસ્થાપની અને તાલોદ્ઘાટની વિદ્યાના પ્રભાવથી તેના = જંબુના ઘરને ચોરતો છતો (જ્યારે વાસભવનની નજીક આવ્યો ત્યારે) જંબુના ચારિત્રના પરિણામથી આવર્જિત = આકર્ષાયેલ દેવતા વડે ખંભિત કરાયો (પૂતળાવ કરાયો) અને તે રીતે પ્રભાવ રહી પડ્યો. (અર્થાત્ સ્તંભિત રૂપે જ ત્યાં રહી પડ્યો.) “હું આ મહાત્મા વડે ખંભિત કરાયો એ પ્રમાણે વિચારીને પોતાની પત્નીઓને ઉત્તર -પ્રત્યુત્તરો વડે = યુક્તિસભર ચર્ચાવડે પ્રતિબોધ કરતા જંબુના વચનને સાંભળતો (પ્રભવ) જંબુ પ્રતિ બોલ્યો ( = જંબુને કહ્યું, “હે મહાત્મા! હું આ દુર્વ્યવસાયથી = ચોરીથી પાછો ફર્યો છું. આ મારી બન્ને વિદ્યાઓ ગ્રહણ કરો. મને સ્તંભની (નામની) તમારી વિદ્યા આપો.” જંબુએ કહ્યું, “ભદ્ર! મારા વડે તું ખંભિત કરાયો નથી. પરંતુ મારા ચારિત્રપરિણામથી આવર્જિત દેવતા વડે તું ખંભિત કરાયો છે અને સંસારવધારનારી આપની વિદ્યાના ગ્રહણ વડે સર્યુ, સમસ્ત અર્થોને સાધી આપનારી સર્વજ્ઞપ્રણીત એવી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વિદ્યાને તું ગ્રહણ કર.” આ પ્રમાણે પ્રસ્તાવના કરીને તેના વડે = જંબુ વડે વિસ્તારથી ધર્મદેશના કરાઈ. તેથી “અહો! મહાનુભાવનું (કેવું) વિવેકીપણું અને પરોપકારીપણું છે!) મારું વળી અહો! (કેવું) પારિષ્ઠપણું અને મૂર્ણપણું (છે) ! આ મહાત્મા પોતાને આધીન એવી હોવા છતાં પણ દોષ સહિતની હોવાને લીધે ચંચળ સ્વભાવવાળી એવી જે લક્ષ્મીરૂપી કુલટાને = વ્યભિચારિણીને ત્યજે છે તેને જ વળગેલો (= તેની પાછળ પડેલો) આસક્ત એવો હું ઈચ્છું છું. પણ પ્રાપ્ત કરતો નથી. અને આ રીતે હું ઠગાયેલો છું. અધમ એવા મને ધિક્કાર થાઓ.” આ પ્રમાણે ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળો પ્રભવ પરિવારસહિત બોલ્યો “હે મહાત્મા! આદેશ કરો (કે) મારા વડે શું કરવા યોગ્ય છે?” જંબુએ કહ્યું “જે હું કરું છું.” તેથી આ જંબુ વિચાર્યા વિના કરનારો નથી તેથી એની પાછળ જવું યોગ્ય છે એ પ્રમાણે વિચારીને પ્રભવ બોલ્યો “આપ જે આજ્ઞા કરો છો (તે બરોબર છે.')
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy