SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમની સુદઢતા ૪૩ રહી) મેહમાં વારંવાર ખૂક્યા રહે છે. તેઓ નથી આ પાર કે નથી પેલે પાર. નોંધ –સુનિવેશ હોવાથી તે ગૃહસ્થી નથી, અને મુનિ પદની જવાબદારી પ્રમાણે ન વર્તતા હોવાથી તે મુનિ પણ નથી. ' ''[૪] ખરેખર તે જ વિમુક્ત પુરુષો છે કે જેઓ સંયમનું સદા પાલન કરે છે. વળી જેઓ નિર્લોભથી લેભને છતી પ્રાપ્ત થતા કામભોગને પણ વાંછતા નથી, અને પ્રથમથી જ લોભને નિર્મળ જેવો કરીને પછી જ ત્યાગી બને છે, તેવા પુરુષો કેમેરહિત બની સર્વજ્ઞ અને સર્વદશ થાય છે. આવું વિચારીને જે લેભને ચાહતા નથી, તે જ ખરેખર અણગાર કહેવાય છે.. નોંધ લેભ એ સર્વ દેપોનું મૂળ છે. તે તરફની આસક્તિ ઘટે ત્યારે જ રસાધુતા આવે. આવી શુદ્ધ સાધુતા જ વિકાસને સાધ્ય કરાવી આત્મસાક્ષાત્કાર અને વિશ્વનો સાક્ષાત્કાર કરાવી શકે છે. એ દષ્ટિએ અહીં લોભનું સ્થાન પ્રથમ આપ્યું છે. [૫] અજ્ઞાની છવો કાળ કે અકાળની કશી દરકાર રાખ્યા વિના, વિત્ત અને વનિતામાં ગાઢ આસકિત રાખી, રાતદિવસ (ચિંતાની ભઠ્ઠીમાં) સળગ્યા કરે છે અને વગરવિચારે વારંવાર હિંસકવૃત્તિથી અનેક દુષ્કર્મો કરી નાખે છે. નોંધ –આસક્તિ અને મધ્યસ્થતા બન્ને વિરોધી વસ્તુ છે. આત્માના સહજ ગુણનો આસક્તિથી લોપ થાય છે અને સમજ, કાર્યદક્ષતા તથા એવા અનેક ગુણેને ધારણ કરનાર સાધક પણ અક્ષમ્ય એવી ઘણી ભૂલ કરી બેસે છે. આથી આસક્તિને દૂર કરવી એ સાધનાનું મુખ્ય અંગ હોવું ઘટે. [૬] એવી ખલનાનાં મુખ્ય કારણે કયાં છે તે બતાવતાં ગુરુદેવ કહે છે કે, અહો જંબૂ ! આત્મબળ, જ્ઞાતિબળ, સ્વજનબળ, મિત્રબળ, પ્રત્યબળ, દેવબળ, રાજળ, ચેરબળ, અતિથિબળ, કૃપણબળ તથા શ્રમણબળ ઇત્યાદિ અનેક પ્રકારનાં બળાની પ્રાપ્તિને માટે હિંસાદિ કાર્યમાં પ્રવર્તે છે. ઘણીવાર આ કાર્યથી પાપને ક્ષય થશે અથવા પરલોકમાં સુખ મળશે એવી વાસનાથી પણ ઘણું અજ્ઞાની જનો. આવાં આરંભનાં કાર્યો કરે છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy