________________
૨૮
આચારાંગસૂત્ર
વિવેક હાય છે. અથવા જેએ વનસ્પતિકાયના સમારંભ કરે છે, તેમને જ આરંભ લાગે છે. જે તેના સમારંભ કરતા નથી, તેને પાપ લાગતું નથી—એ રહસ્યને પ્રત્યેક સાધક વિચારે.
નોંધઃ—પાપને મુખ્ય સબંધ વૃત્તિ સાથે છે, ક્રિયા સાથે નહિ —એવા આ ગાથાના સાર છે.
[૮] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વય’ વનસ્પતિકાયના જીવાના આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે, અને કરનારને અનુમાદન પણ ન આપે. આ રીતે વનસ્પતિકાયના જીવાની હિંસાનું દુષ્પરિણામ જે જાણે છે, તે પરિજ્ઞાતકમાં ( વિવેકી ) શ્રમણ કહેવાય છે.
એમ કહું છું. શસ્ત્રપરિનાઅધ્યયનના પંચમ ઉદ્દેશક સમાપ્ત થયા.