________________
શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર શું છે ? સક્ષિપ્ત પરિચય
વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરે કઠેર જીવન સાધનાના પરિણામે જે અનુભવપૂર્ણ જીવન્ત સાહિત્ય જગત સમક્ષ ધર્યુ છે તે મૌલિક ધર્મ, સાહિત્ય અને ભાવનાને લેાકભાષામાં ઉતારી, તેને જૈન તેમજ જૈનેતર સમાજ સમક્ષ મૂકી કરી ઉદાર જૈન ભાવનાના પ્રચાર કરવા; એ એકમાત્ર શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરને
મહાન ઉદ્દેશ છે.
કાર્યવાહક મંડળ
ઉત્પાદકઃ
કવિવ` ૫. શ્રી નાનચન્દ્રજી મહારાજ
[ જેમની દેખરેખ નીચે બધાં પ્રકાશના પ્રકાશિત થાય છે. ] લેખકઃ શતાવધાની ૫. શ્રી સૈાભાગ્યચન્દ્રજી મહારાજ
[ જેમની કસાયેલી લેખિનીથી મહાવીર સાહિત્યનું લેખન લખાય છે. ] મન્ત્રીઃ શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
[ જેમના હાથ નીચે સંસ્થાનું સંચાલન ચાલી રહ્યું છે ] સલાહકાર શ્રી બુધાભાઈ મહાસુખભાઈ શાહ
શ્રી ઝૂડાભાઈ અમરશી શાહુ
અર્થસહાયકઃ સ્વ. શ્રી ડુંગરશીભાઈ ગુલામચંદ્ર સંઘવી
[ જેમની આર્થિક સહાયથી સંસ્થા ચાલી રહી છે. ] કાર્યાલય: શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર માણેકચેાક : : અમદાવાદ.