SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર - અકામ. સકામ નિર્જરા એટલે કેઈ પણ અનુકુળ કે પ્રતિકુળ પ્રસંગ આવે તે સ્વકૃત કર્મોનું જ પરિણામ છે, આવી પ્રતીતિ થયા પછી એ ફળને ભોગવવાની સ્વેચ્છાએ અપ્રતિકારક સહિષ્ણુશક્તિ જાગૃત કરી એને વેદી લેવું એ સકામ નિર્જરા કહેવાય છે. આવી ભાવના વિશિષ્ટ સાધકને સહજ હોય છે. એને કર્મમતિનો માર્ગ એ જ અભીષ્ટ છે. એ સકામ નિર્જરાના બે ભેદ છે. (૧) સવિપાક નિર્જરા (૨) અવિપાક નિર્જરા. કર્મના ફળભોગ પછી એ કર્મને સ્વાભાવિક ક્ષય થાય એને સવિપાક કહેવામાં આવે છે, અને કર્મનો ઉદય આવે તે પહેલાં એટલે કે ફળભાગ પહેલાં જ દયાદાનાદિ સાધનો દ્વારા જે કર્મને ક્ષય થાય એને અવિપાક નિર્જરા કહેવામાં આવે છે. સવિપાક નિર્જરા સહિષ્ણુતાથી અને અવિપાક નિર્જરા તપશરણથી થાય છે. જૈનદર્શનનું ધ્યેય-મોક્ષ જીવનાં બધાં કર્મો ખપી જાય તે મેક્ષ. આને મુકિત પણ કહેવામાં આવે છે. જેનદર્શનનું આ જ સર્વોત્તમ ધ્યેય છે. સાધકને તર્ક સમાધાન માટે જૈનદર્શનમાં જ્ઞાનમીમાંસા પણ છે. પ્રમેય (જાણવાને વિષય), પ્રમાણ (જાણવાનું સાધન), પ્રમા (જ્ઞાન), અને પ્રમિતિ (જ્ઞાનફળ), એવા ન્યાયદર્શનની જેમ ચાર ભેદો નથી કરતું. એ કહે છે કે જ્ઞાન પિતે જ સ્વતઃ પ્રમાણ છે. દીપક જેમ પોતે પ્રકાશે છે અને અન્યને પ્રકાશ આપે છે તેમ જ જ્ઞાન પોતે જાણે છે અને જણાવે છે એટલે પ્રમાણ કહો કે જ્ઞાન કહે એ બન્નેને એકમાં સમાવેશ થાય છે. અહીં એ પ્રશ્ન થઈ શકે કે મન અને ઇંદ્રિય કામ કરે છે તથા મન કે બુદ્ધિ જાણે છે એ બધું શું ? જનદર્શન કહે છે કે જ્ઞાનશકિત એ ચેતનનોજ સ્વભાવ છે. ભાવમન પર ચેતનનાં જે કિરણે પડે છે એ જ દ્રવ્યમનદ્વારા વ્યક્ત થાય છે અને ૧. આજ સૂત્રના ૯ મા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશમાં તપશ્ચરણના ભેદ, પ્રભેદ અને એના નિર્દેશ તથા સમાજને વિસ્તૃત અધિકાર આપવામાં આવ્યો છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy