SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આચારાંગસૂત્ર મુતાત્માઓનું અપુનરાગમન તે સ્થાન કેવું છે એની શબ્દદ્વારા ઓળખ ન થાય છતાં સમાધાન અર્થે કહે છે કે – તે સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશવંત કરી શકતા નથી न तदभासयते सूर्यो न शशाङ्को न पावकः। यद् गत्वा न निवर्तन्ते तद् धाम परमं मम ॥ .. અર્થ –કે એ સ્થાન લેકથી પર છે અને તેથી જ ત્યાં ગયેલા મુક્તાત્માઓ પુનઃ સંસારમાં પાછા ફરતા નથી. [૧૫-૬] આ જ ભાવને વ્યક્ત કરતા બીજા અનેક લેકે છે – मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् । नाप्नुवन्ति महात्मानः संसिद्धि परमां गताः ॥ પરમાત્મપદ કે પરમ સિદ્ધિપદને પામેલા એ મહાજનેને વિનશ્વર અને દુખપૂર્ણ એવા સંસાર સંબંધી જન્મમરણના ચક્રમાં જોડાવું પડતું નથી. [અ. ૮-૧૫] | यं प्राप्य न निवर्तन्ते तद् धाम परमं मम । જે સ્થાન પામ્યા પછી પુનરાગમન થતું નથી તે જ પરમાત્મપદ છે. [ અ. ૮-૨૧નો ઉત્તરાર્ધ ] | દાર્શનિક કે સૈદ્ધાત્ત્વિક દષ્ટિના ઊંડા અભ્યાસીઓ આટલા સિદ્ધાંતોનું સામ્ય જોયા પછી ગીતાને આત્મા શું છે, એ જરૂર સમજી મદેવીને મોક્ષ અને મલ્લિને સર્વોત્કૃષ્ટ એવું તીર્થકરપદ સંપ્યું. (જો કે આ માન્યતા વેતાંબરમતને અનુસરીને છે) આટલું જોયા પછી ગીતા એ સર્વધર્મને ગ્રંથ નથી એમ કઈ માને તો કેટલું આશ્ચર્ય ! ૧ હું ઘણુ વખત કહેતો આવ્યો છું કે ગીતામાં અર્જુનને દઢ શ્રદ્ધા કે ભક્તિના અવલંબનની આવશ્યક્તા હતી એટલે અનાસક્તિયોગના મૂર્તિમંત દષ્ટાંતની અહીં અપેક્ષા હોઈ અહીં શ્રીકૃષ્ણ-સંવાદમાં પ્રથમ પુરુષના પ્રયોગો ખૂબ થયા છે અને એ દષ્ટિબિંદુઓએ આવશ્યક પણ છે. પરંતુ ત્યાં હું શુદ્ધાત્મા કે પરમાત્માને અર્થ ઘટાડું છું.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy