SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર આ સૂત્રમાં જેમ વૈજ્ઞાનિક દૃષ્ટિ છે, તેમ વૈધક દષ્ટિનું પણ એક વાકય મળે છે. અને તે એ છે કે ભેાજન પણ માનસને ઘડવાનું અનુત્તર સાધન છે. ‘જેવું અન્ન તેવું મન' એ સામાન્ય કહેવત પણ ખૂબ ઊંડાણથી વિચારવા જેવી છે. આખેડવા અને ખારાક પર માસિક ઘડતરના મેટા આધાર છે એ વાત ખરાખર જ છે. જેમ અતિ સ્વાદ, રસાળાં અને તીખાં તમતમતાં ખાણાં જ્ઞાનતંતુઓને તથા ઇંદ્રિયાને ઉત્તેજિત બનાવી મૂકે છે, તેમ કેરી, માદક અને તામસી ખાણાં લેવાથી પણ પ્રકૃતિમાં નિર્દયતા, ક્રૂરતા અને પરશેવૃત્તિ વધે છે. આટલું વિચારી વિકાસને ઈચ્છનાર પ્રત્યેક માનવ સાદું અને સાત્ત્વિક ખાણુંપીણું લેવા તરફ લક્ષ આપે. ૪૦૮ આથી જૈનદર્શનમાં માંસમદિરાદિ અભક્ષ્ય ખાનારને નરકગતિના આધકારી કહી એના ત્યાગ પાછળ અતિ ભારી આપ્યા છે. એમ દેખાઇ રહે છે. કેવળ સાત્ત્વિકતા જ નહિ ખલકે સાચું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પણ એ ઉપયાગી છે. તામસી ખાણુાંપીણાથી મનુષ્યની પ્રકૃતિ તામસી અને ઝનૂની થઇ જાય છે, એ સારાસારને વિવેક ખાઈ બેસે છે, અને ધર્મને કે વ્યવહારને નામે અનેક પ્રકારનાં પૈશાચિક કાર્યો કરી તે દ્વારા અધમ સ્થાનમાં ચેાજાવા લાયક બધી સામગ્રી પણ તૈયાર કરી નાખે છે; પરિણામે એને અધમ તથા દુઃખદ સ્થાનમાં જવું પડે છે. આ વાત ખૂબ સંસ્મરણીય છે. અનાર્ય અને આને ભેદ પણ આ જ જાતની વૃત્તિ અને એ વૃત્તિારા થતાં કમેર્ડ પર જ અવલંબે છે. માકી તે, મનુષ્યમાત્રને પછી એ આહે કે અના` હા, દેહ, ઇંદ્રિયા અને મન વગેરે તે! બધું સરખું જ મળે છે. ફેર માત્ર હોય તે વૃત્તિને, જગતનાં સુખઃખનું મડાણ પણ આ વૃત્તિને જ આભારી છે. [૬] પ્રિય મેક્ષાથી જમ્મૂ ! સંગ્રામને મેાખરે ચડેલા બળવાન હાથી પરાક્રમપૂર્વક જય મેળવે છે તેમ સાધકપુંગવ મહાવીર પણુ આંતરિક સંગ્રામમાં (અહિંસા, સત્ય અને સયમનાં શસ્ત્રોથી) જીતીને પાર ઊતર્યાં હતા. નોંધઃ—પાંચમા સૂત્ર પરથી “ અસમથો મનેસાધુઃ એવા કોઇ અવળે! અર્થાન લઇ લે તે ખાતર શ્રમણ મહાવીરની વીરતાને સૂત્રકારે પ્રાસી છે અને તે સમુચિત છે. પ્રત્યેક કાર્યમાં વીરતાની આવશ્યક્તા છે. ""
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy