SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણની સહિષ્ણુતા ४०७ સ્પષ્ટ થાય છે. એ ભિક્ષુઓનું પણ લાટ પ્રદેશનું દુર્ગ) ગમન, એમની શુભ પ્રવૃત્તિ તથા શુભ અનુકરણવૃત્તિ બતાવે છે, અને તે સુયોગ્ય છે. સાથેસાથે બૌદ્ધભિક્ષુઓ નાળવાળી લાકડી રાખતા એમ પણ સૂત્ર ભાખે છે, એ પરથી એમની ક્રિયા પાછળ પ્રતિકારક વૃત્તિનું માનસ પણ દેખાઈ આવે છે. અને આ માનસનું મૂળ કારણ ધાર્મિક સંસ્કૃતિ છે. તેઓ આ સાધન કેવળ રક્ષણાર્થે જ રાખવાનું ચાહતા એ વાત અહીં ભૂલવી જોઈએ નહિ. પરંતુ શુદ્ધ પ્રેમના માર્ગમાં સામેની વ્યક્તિની ક્રિયા તરફ જોવાનું હોતું જ નથી, એટલું જ નહિ પણ સામા પાત્રની સરાસર અઘટિત કિયા હોય તો પ્રતિકારની ભાવના સુદ્ધાં હોવાનું સંભવતું નથી. તેમ જ વિશ્વમાં વસતા એક પણ પદાર્થનો દુરુપયેાગ કરવો એ તો હિંસા છે જ. પણ એક પણ સૂક્ષ્મ જીવજંતુની વચ્ચે આવી તેમને રંજાડવાની ઇચ્છા સુદ્ધાં કરવી; ત્યાં પણ હિંસા છે. ભગવાન મહાવીર આવી પૂર્ણ અહિંસાની વ્યાખ્યામાં માનતા હોવાથી નિસર્ગના-કર્મના અચળ સિદ્ધાંત પ્રમાણે તે કેળનો પ્રતિકાર ન કરતા, એટલું જ નહિ પરંતુ પ્રતિકારના સાધનને ન ઈચ્છતા. એમ ઉપરનું સૂત્ર કહે છે. એમની આ વિશેષતા એમના કાળ પછી પ્રત્યેક દર્શનકારે મત કે પંથના સંસ્થાપક તથા મહાપુરુષોએ અનુકરણીય ગણી છે. એટલું જ નહિ બલકે જીવનમાં આચરી પણ છે. ભગવદ્ગીતા, પાતંજલ યોગ, ધમ્મપદ, ઇત્યાદિ માનનીય ગ્રંથોમાં તેનાં કિરણો સારા પ્રમાણમાં મળે છે. જૈનદષ્ટિએ “શઠં પ્રત્યપિ સવૅ” એ વાસ્તવિક અહિસાનો મૂળભૂત સિદ્ધાંત છે. એ જ અહિંસા જ્યારે ક્રિયાત્મક બને છે, ત્યારે તેને શબ્દપર્યાયરૂપે ઓળખવા માગીએ તો અનુકંપા કે દયાના નામથી ઓળખવામાં આવે છે. આ સિદ્ધાંત એટલે જ્યાં વ્યાપક તેટલી જ તે વ્યકિત, સમાજ કે રાષ્ટ્રમાં વધુ સંસ્કારિતા અને વધુ શક્તિ નજરે પડવાની. પણ અહીં એટલું કહેવું જરૂરી છે કે ઉપરની અહિંસાની વ્યાખ્યા જૈન એટલે વીર વિજેતા અને ઉચ્ચકોટિના સાધક માટે છે, અને એવો વીર જ શડની સાથે સખ્ય બાંધી શઠની શતા છોડાવી શકે. એટલી ભૂમિકાએ ન પહોંચ્યો હોય તે જે એનું અનુકરણ કરવા લાગે તે અનર્થ જ કરી બેસે. જેની વૃત્તિમાં વ્યકિતપરત્વેના અંગત વૈરના અંકુર ન હોય તે જ ઉપરની અહિંસાનું વિવેજ્યુક્ત પાલન કરે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy