________________
પાદવિહાર
૩૮૫ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શને પ્રચાર પણ આ બે સાધને દ્વારા સહેલાઈથી ગામડે ગામડે પહોંચી વળે છે એ દષ્ટિએ જ શ્રમણ સંસ્થા માટે આ બે સાધન નિર્માયાં છે.
: [૧૯] આત્માર્થી જંબૂ ! શ્રમણ મહાવીર, ભિક્ષાથી મળતાં અન્નપાનમાં પણ નિયમિત અને પરિમિત જ ભિક્ષા લેતા, અને એ પરિમિત ભિક્ષામાંથી મળતા રસમાં પણ તેઓ આસક્ત ન થતા, તેમ રસની પ્રતિજ્ઞાય નહતા કરતા. મેક્ષાર્થી બૂ! હું ખરેખર કહું છું કે–આમ બનવું એ તેમને માટે સહજ હતું, કારણ કે તેઓ હવે દેહભાનથી એટલા તે પર થયા હતા કે આંખમાં કણું પડ્યું હોય તો કાઢવાની કે ખરજ આવે તો ત્યાં ખરડવાની યે તેમને ઈચ્છા થતી ન હતી.
નોંધ:આ સૂત્રમાંથી શ્રમણ મહાવીરની અનેક વિશેષતાઓ અને સહજ દશાઓ તારવી શકાય તેમ છે. એક તો શ્રમણ મહાવીરને ખંજોળવાનું મન થતું નહિ એ પરથી તેમનું દેહભાનથી પર રહેવું વાણી માત્રમાં નહોતું પણ સહજ હતું એ ફલિત થાય છે. બીજું આવી સહજ દશા હોવા છતાં ય ગમે તે રીતે ખાવું, ગમે ત્યાં અને ગમે ત્યારે જવું એવી જાતના અનિયમિત અને અવ્યવસ્થિત જીવનને જે સહજ દશાનું આજે પણ કરવામાં આવે છે એવી એ સહજ દશા આ નહોતી. જેમજેમ સહજ દશા થતી ગઈ, તેમ તેમ શ્રમણ મહાવીરનું જીવન ઊલટું વધુ નિયમિત અને વ્યવસ્થિત થતું ગયું અને એ જ વાસ્તવિક છે. જેમ જેમ નૈસર્ગિક જીવનને અનુકુળ થવાય તેમતેમ જીવનમાંથી કૃત્રિમતા અને અનૈસર્ગિક્તા નીકળી સાચી નિયમિતતા અને વ્યવસ્થિતિ સ્વાભાવિક દાખલ થતી જાય; એ વાત અનુભવથી ગળે ઊતરે એવી છે.
ત્રીજી વાતમાં અહીં રસ અને સ્વાદની ભિન્નતા સૂત્રકારે વર્ણવી છે અને એ વિચારવા યોગ્ય છે. પ્રથમ મૂકેલા રસ પદનો અર્થ વૃત્તિકારે પણ વિકૃતિ જ કર્યો છે. એટલે કે શ્રમણ મહાવીર સ્વાદમાં આસક્ત નહેતા બનતા, અને એમ થવું તેમને સ્વાભાવિક હતું. પણ રસની તેઓ પ્રતિજ્ઞા પણ નહોતા કરતા, એ વાક્ય ગંભીર અને મનનીય છે. સૂત્રકાર અહીં એમ કહેવા માગે છે કે રસ તો પદાર્થમાત્રમાં સ્વાભાવિક છે. એટલે જેમ સ્વાદ તરફ એમની રૂચિ નહોતી, તેમ સ્વાભાવિક મળતા રસ તરફ અણગમો પણું