SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્ર ગૃહસ્થાશ્રમમાં પણ લગભગ બે વર્ષથી અધિક કાળ સુધી ઠંડું પાણી ત્યાગી, પેાતાને માટે પીવા તથા વાપરવામાં અચિત્ત જળના જ ઉપયાગ કર્યાં હતા અને અન્ય ત્રતાનું પણ ગૃહસ્થાશ્રમમાં જ યથાશકય પાલન કર્યું હતું. શ્રમણ શ્રી મહાવીર એકત્વભાવનાથી તરખેાળ અને કષાયરૂપ અગ્નિને ઉપશમાવી શાન્ત તથા સમ્યક્ત્વ ( સખ્તાન )ભાવથી ભરપૂર રહેતા. આત્માર્થી જંબૂ ! આટલી યેાગ્યતા પછી જ શ્રમણ મહાવીરે પાતે ત્યાગમાગ અંગીકાર કર્યો હતા. ૩૭૬ જ નોંધઃ—જેણે સાચું ભાન અને આત્માગૃતિ કેળવી છે તથા કષાયાનું બહુ અશે શમન કર્યું છે, તે જ આદર્શો ત્યાગ પાળી શકે છે, એવા અહીં આશય છે. શ્રી ભગવતીસૂત્રમાં પણ મનુષ્યત્વ, સદ્ધર્મ, શ્રવણ, જ્ઞાન, વિવેક, પ્રત્યાખ્યાન અને સંચમ ઇત્યાદિ ભૂમિકાએ વટાવી ગચા પછી જ એ સાધક ત્યાગની ભૂમિકાને પહેાંચે છે એમ સમજાવ્યું છે. અને શ્રી મહાવીરે તે આ ક્રમિક ભૂમિકાઓમાં જીવીને જ બતાવી દીધુ છે, કે સાધનામાર્ગમાં ક્રમપૂર્વક આગળ વધવા પર જ સરળતાને આધાર છે. પૂર્ણ ત્યાગ કઇ ભૂમિકાએ શકય અને આચરણીય છે તે એમના આ જાતના ક્રમિક જીવનવિકાસ પરથી જાણી શકાય છે. જે સાધક શ્રમણ મહાવીરના ક્રમિક જીવનવિકાસના ઉદ્દેશને યાદ રાખી ડગલેડગલે ચાલશે એ કાઈ પણ ભૂમિકામાં હોવા છતાં ત્યાંથીચે પેાતાના ધ્યેયને જાળવીને આગળ વધી શકશે એ નિઃશંક છે. [૧૨] પ્રિય જખ્! તે પરમ શ્રમણ જ્ઞાતનંદન મહાવીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સેવાળ, ખીજ, લિલેાતરી ( વનસ્પતિ ), તેમ જ ત્રસકાય ( ખીજા હાલતા ચાલતા નાનામોટા જીવજં તુએ ) ઇત્યાદિ સૌમાં ‘આત્મા’ છે અને એથી એ બધા સજીવ છે એમ યથાર્થ જાણીને વિચારીને તથા ચિંતવીને તેઓ જરા પણ ન દુભાય તેવી રીતે ઉપયેાગ રાખી વિચરતા આરંભથી દૂર રહેતા. નોંધઃ—અહીં શ્રવણ મહાવીરના આ અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ છે. જૈનદર્શન સિવાય કાઈ પણ દર્શનમાં મહાવીરના કાળ સુધી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવાં સ્થિર તત્ત્વામાં ચેતન છે એવું વિધાન મળતું નહેાતું, તેવા વખતે શ્રી મહાવીરના ચાનારા આત્મજ્ઞાનના વિકાસ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy