SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પાદવિહાર ૩૭૫ નૃત્યાદિ લીલાઓ આંખનું પ્રબળ આકર્ષક નિમિત્ત છે. કોઈ સાધક સંકલ્પથી આંખને રેકે તોયે તેનું મન તો ત્યાં જાય જ. કારણકે પૂર્વ અધ્યાસને લઈને વૃત્તિનું ખેંચાણ થાય, એટલે તેમ બની જવું અસ્વાભાવિક નથી. મુષ્ટિયુદ્ધોના સંબંધમાં પણ તેવું જ છે. મુષ્ટ યુદ્ધોના આટલા દીર્ધ પ્રચાર પરથી તે સમયના લોકોમાં શરીરવીરતા અને શરીરસુદઢતા કેટલી સુંદર હતી તેને અહીં ખ્યાલ આવી શકશે. શરીરવીરતા વિના માનસિક વીરતા અને દઢ સંકલ્પબળ શક્ય નથી. શ્રી મહાવીર અને પ્રસંગમાં અડેલા રહેતા અને એમના મન પર પણ અસર ન થતી, એ એમના ઉચ્ચગામી દયાનનું સકળપણું સૂચવે છે. [૧૦] પ્રિય જંબૂ! કદાચિત જ્ઞાતનંદન શ્રી મહાવીરને એકાંતમાં રહેલી સ્ત્રીઓ કે સ્ત્રીપુરુષનાં જોડલાં કામકથામાં તલ્લીન થયેલાં નજરે પડી જતાં તે ત્યાં પણ તે રાગદ્વેષરહિત મધ્યસ્થભાવ જાળવી શકતા. અને એ રીતે એવા અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગો પર કશું પણ લક્ષ્ય ન આપતાં એ જ્ઞાતપુત્ર મહાવીર સંયમમાર્ગમાં સ્થિરબુદ્ધિથી પ્રવર્તે જતા હતા. નેધ–આ ઉપરના ૫ માથી ૧૦ મા સુધીના સૂત્રોમાં શ્રમણ મહાવીરે ત્યાગ લીધા પછી જે સ્થિતપ્રજ્ઞતા સાધી એની વાત છે. ઘણી વખત જેવું એ આંખનો સ્વભાવ હોઈ, ઈચ્છા ન હોય તોયે એવાં અનેક દ નજરે પડે કે જે જોવા જેવાં ન હોચ છતાંયે એ નજરે પડે ત્યારે સ્થિતપ્રજ્ઞ સાધક કેવી રીતે વર્તે તેની આ વાત છે. સ્થિતપ્રજ્ઞ પોતે વિષયોને ન વાંચછે, તેય વિષયમાં આસક્તિવાળા જેને જોઈને તે તેના પર ઘણાયે ન લાવે એ તેમની સ્થિતપ્રજ્ઞતાની કટી છે. અહીં આવા પ્રસંગે રાગ ન આવે એ ઘણું સાધકને માટે શકય છે, પણ દેષ આવવાનું આ પ્રબળ નિમિત્ત છે. સ્થિતપ્રજ્ઞ સાધક આવે સમયે એમ વિચારી શકે છે કે “જે વસ્તુને અનિષ્ટ સમજુ તે વસ્તુને હું ન સ્વીકારું, પણ જગતના સૌ જીવો માટે તેમ થવું સ્વાભાવિક ન હોય.” અને આમ જાણુને જ તે વસ્તુ પર કે તે વસ્તુને પકડનાર વ્યક્તિ પર લેશ માત્ર દ્વેષ, ધૃણું કે તિરસ્કાર ન લાવે. આ દષ્ટિ પ્રત્યેક સાધકે સાધનામાર્ગમાં જતાં લક્ષ્યગત રાખવા યોગ્ય છે. [૧૧] શ્રી મહાવીર ત્યાગદીક્ષા અંગીકાર કર્યા પહેલાં એટલે કે
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy