________________
સમાધિવિવેક
- ૩પ૯ સમભાવ જેટલો સુલભ અને શક્ય છે તેટલો અનુકુળ સંગામાં નથી. તોયે જેને આત્મભાન થયું છે તેને એ અશક્ય તો નથી જ. શાસ્ત્રકારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી બન્ને પ્રકારના કામોને અહીં ઉલ્લેખ આપે છે.
કામગોથી આ આખો સંસાર જકડા છે એમ તો સૌને અનુભવ છે. પણ તે કામભેગો શાથી ઇચ્છા છે એનો ઉકેલ એ કે તેમાં સુખ કલખ્યું છે માટે એની ઝંખના છે. પછી સૂત્રકાર કહે છે કે –સુખ જગતની કોઈ પણ અંતવાન વસ્તુમાં નથી. તે અનંતમાં છે. અને અનતનું સુખ તે અનંતમાં જ, હોયને? જગતના જીવો જેમાં સુખ કહ્યું છે. તે પદાર્થો પિતે નવર છે,. માટે જ એ સાચું સુખ નથી. દેવના ભેગોને રખે કે સુખદ માને છે તે સારુ કહે છે કે દિવ્ય પદાર્થો પણ નશ્વર છે. સુખ જોઈતું હોય તે અનંતમાં શોધો, એવો આ સૂત્રને સાર છે.
: | [૨૪] એ રીતે સાધનામાં આગળ ધપતા સાધક સર્વ વિષયમાં અનાસક્ત થઈ, આયુષ્યકાળનો જાણકાર બની, મૃત્યુસમયે ઉપરના ત્રણ પછી કેાઈ એક અણસણને યથાવિધિ, યથાશક્તિ આદરે અને સહનશીલતાને સર્વોત્કૃષ્ટ સ્થાને રાખે. આ ત્રણ અણસણે પૈકી કેાઈ એક પિતાની યોગ્યતા અનુસાર જે સાધક આદરે, તેને માટે એ મરણ ખરેખર કલ્યાણકર્તા છે.
ઉપસંહાર અણસણ એ શરીર છૂટતી વખતે એ શરીરજન્ય આસક્તિ જીવાત્માને જકડી ન લે તે સાર એક ઉપયોગી સાધન છે. એટલા પૂરતું તેનું અહીં ખૂબ મહત્ત્વ વર્ણવાયું છે. પણ તે ઉત્તમ છે, તેમાં ધર્મ છે, માટે સૌએ કરવું જ જોઈએ એવો આગ્રહ નથી. શક્તિ હોય એ જ એનું શરણું લે. પણ લીધા પછી છોડવું પડે એવું કંઈ ન કરે. જે ક્રિયા પ્રેમ, શ્રદ્ધા અને નિર્ભયતાથી સ્વીકારાય અને પ્રેમ, શ્રદ્ધા તથા નિર્ભયતાથી પળાય તે જ ક્રિયા સાધક નીવડે. જૈન મુનિ સાધકની કઈ પણ ક્રિયા પ્રમાદ, અંધાનુકરણ, સ્વાભાવિક્તા, કે અવિવેકબુદ્ધિથી યુક્ત ન હોવી ઘટે. એટલું પ્રત્યેક સાધક વિચારે.