________________
સમાધિવિવેક
૩૪૫ ખના કરતે. એને મન જીવન અને મૃત્યુ અને દશા સમાન બની જાય છે, કારણ કે દેહ રહેશે ત્યાં સુધી આ દેહસાધન દ્વારા સાધ્યમાં તલ્લીન રહીશ, અને એ છૂટી ગયા પછી બીજું તે મળવાનું જ છે એ એને નિશ્ચિત વિશ્વાસ હોય છે. આવે જેને વિશ્વાસ હોય એને ચિંતા શી? આવા સાધકને અન્ય જીવનમાં પણ એ સાધન મળે જ છે. સંસ્કારોની જેવી આંતરિક સામગ્રી હોય છે, તેવું જ બાહ્ય શરીર, શરીરપગી સાધનો અને ક્ષેત્ર તેને માટે તૈયાર થાય છે, અને જીવાત્મા ત્યાં જાય છે. એ કમને અબાધિત નિયમ છે. પણ આ નિયમ કેવળ ગેખેથી જ જીવનમાં વણાઈ જતો નથી. અને જ્યાં સુધી તે જીવનમાં ન વણાય, ત્યાં સુધી તે અનુસાર આચરણ થઈ શકે નહિ અને થાય તોયે અપથ્ય નીવડે.
ગુરુદેવ બોલ્યા:" [૧] પ્રિય જંબૂ! સંયમી, ધીર અને જ્ઞાની મુનિ સાધક અનુક્રમે સાધના કરતાં કરતાં મૃત્યુસમય પ્રાપ્ત થાય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે મેહના મળથી રહિત એવાં પવિત્ર ત્રણ મરણે પૈકી (પિતાને માટે જે મરણ ચોગ્ય હોય તે ) ગમે તે એકને આદરીને અંતિમ સમાધિનું યથાર્થ પાલન કરે.
નોંધ –મૃત્યુ એટલે એક દેહ છોડવાની અંતિમ પળ અને બીજે દેહ ભધારણ કરવાની પૂર્વપળ. આમ હોવા છતાં જીવમાત્રને પછીની સ્થિતિના અજ્ઞાનથી પૂર્વસાધન પર મેહ અને મમતા રહે છે. જોકે એક ઘરમાં જ્યાં સુધી રહેવાનું થતું હોય ત્યાં સુધી તેના પ્રત્યે મેહ કે મમત્વ હોવા છતાં સમભાવ હોય એવું લાગે ખરું; પણ જ્યારે એ છોડવું પડે ત્યારે કેઈ એક પ્રકારનો વિચિત્ર અનુભવ થાય છે. તેમ દેહ છોડતી વખતે આ જીવાત્માને પણ તેવું જ કંઈ લાગે એ સ્વાભાવિક છે. પણ આ તો સામાન્ય જગતની વાત