SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞામાં પ્રાણાપણ - ૩ર૭ અહીં ભક્તપરિજ્ઞા નામના મરણની વાત છે એ ટીકાકારેને મત છે. ભક્તપરિજ્ઞામરણ એટલે ચાર આહારને સ્વેચ્છાએ ત્યાગ કરી અંતિમ વખતે અણસણું કરવું તે. [૫] કઈ શ્રમણ ગુરુકુળના સાધકે ( આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી હોય કે:-) “ (૧) હું બીજા શ્રમણ માટે ખાનપાન વસ્ત્રાદિ લાવી આપીશ તેમજ અન્યનું લાવેલું પણ હું લઈશ; (૨) હું બીજા માટે પ્રેમપૂર્વક લાવી આપીશ પણ બીજાનું લાવેલું લઈશ નહિ; (૩) હું બીજા પાસેથી લાવીશ નહિ. પણ બીજાનું પ્રેમપૂર્વક લાવી આપેલું ખાઈશ કે લઈશ; (૪) હું બીજા માટે લાવીશ પણ નહિ અને બીજાનું લાવેલું લઈશ પણ નહિ.” ઉપરના ચાર વિભાગ પૈકી જે જાતની પ્રતિજ્ઞા લીધી હોય તે પ્રતિજ્ઞા પ્રમાણે જ સદ્દધર્મની આરાધના કરતા શ્રમણ સાધક સંકટ પડવા છતાં શાંત અને વિરલ બની સદભાવનાની શ્રેણી પર ચડીને મૃત્યુને પસંદ કરે, પરંતુ પ્રતિજ્ઞાન ભંગ કેઈ પણ સગામાં ન જ કરે. આવી સ્થિતિમાં થયેલું તેનું મરણ પણ યશસ્વી મૃત્યુ છે. તેને કાળપર્યાય તરીકે વર્ણવ્યું છે. (કાળપર્યાય એટલે બાર વર્ષ સુધીની ક્રમશઃ દીર્ઘ તપશ્ચર્યા પછી શરીર નિઃસવ થયે અણસણું કરવું તે.) આવો વીર સાધક કર્મને ક્ષય કરી શકે છે. આવું દઢ સંકલ્પબળ ઘણાયે નિર્મોહી પુરુષોએ વાપર્યું છે. તે દશા હિતકર્તા છે, સુખકર્તા છે, સમુચિત છે, કર્મક્ષયના હેતુભૂત છે, અને અન્ય જન્મમાં પણ આ સંસ્કૃતિને વારસો તે સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે. એમ કહું છું. નોંધ –ઉપરના બનને સૂત્રો પરથી એક તો સાધકમાત્રને પ્રતિજ્ઞા હોવી ઘટે એ સિદ્ધાંત નીકળે છે, અને બીજો સિદ્ધાંત એ છે કે સાધકમાત્રે પતે સ્વાવલંબી થવું ઘટે. સામાન્ય રીતે સાધકની સ્થિતિ બહુ જ પરાધીન બની ગઈ હોય છે. તેઓ શ્રમને શત્રુ સમજતા હોય છે તેથી એમનું શરીરસ્વાશ્ચ બરાબર ન હોવાને કારણે બીજા સાધકને એમનું જીવન બેજારૂપ બની રહે છે. આ સ્થિતિ સાધકદશા માટે યોગ્ય નથી. એણે પ્રથમ તે
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy