SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ આચારાંગસૂત્ર પ્રસંગે પણ ગૃહસ્થ ઉપાશ્રયમાં ભોજન લાવી આપે છે તે અપવાદ પછી બીજાને અનુકરણરૂપ થઈ જવાને તથા વિવેક્યક્ષુથી ન જોતાં જનતામાં ધીમેધીમે એવી રૂઢિ ચાલુ થઈ જવાને સંભવ રહે છે. તેમ જ એવી રૂઢિમાં ગૃહસ્થને ગાઢ વ્યાસંગ થવાને અને સાધુજીવન શિથિલ, પરાવલંબી તેમજ અશ્રમજીવી બનવાનો પણ ભય રહે છે. એટલે ઉપાશ્રયમાં ભજન લાવી આપવું એ ગૃહસ્થનું નહિ પણ મુનિ સાધકનું ર્તવ્ય છે. [૪] કોઈ મુનિ સાધકને આવી પ્રતિજ્ઞા હોય જેમકે “હું માંદો પડું તે પણ મારે બીજાને મારી સેવા કરવાનું કહેવું નહિ પરંતુ તેવી સ્થિતિમાં બીજા સમાન ધર્મ પાળનાર (અર્થાત શ્રમણ સાધકે) તન્દુરસ્ત સાધકે જે કર્મનિર્જરાના હેતુપૂર્વક (નિઃસ્વાર્થબુદ્ધિથી) સ્વેચ્છાથી જે મારી સેવા કરે છે તે મારે સ્વીકારવી અને જો હું સ્વાસ્થપૂર્ણ (તન્દુરસ્ત) હોઉં તો બીજા સહધમી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છીપૂર્વક (કોઇની પ્રેરણા સિવાય) નિઃસ્વાર્થે સેવા કરું.” તેવા મુનિ સાધકે પોતાની પ્રતિજ્ઞા ખાતર સદ્દભાવથી મૃત્યુને વરીને પ્રાણોને જતા કરવા. પરંતુ કદી કઈ સ્થિતિમાં પણ પ્રતિજ્ઞાભંગ તો કરવો જ નહિ. નોંધ –બને ત્યાં સુધી અન્યની સેવા ન લેવી એ મુનિ સાધકને ઈષ્ટ હોય છે એ આ સૂત્રમાં ભાવ છે, કારણ કે સેવા અને સ્વાવલંબીત્વ એ શ્રમણનું જીવનવ્રત છે. અહીં પણ પ્રતિજ્ઞા ખાતર પ્રાણાર્પણની વાત છે. અને તે વધુ સ્પષ્ટ છે. ક્રિયામાં ભૂલ થવી શક્ય છે, અને તે ક્ષમ્ય છે. પણ પણ પ્રતિજ્ઞાની ભૂલ કઈ રીતે ક્ષમ્ય નથી. પ્રતિજ્ઞાભંગ કરતાં પ્રાણભંગ વધુ સારે, અને તેવા મરણને આપઘાત નહિ પણ સમાધિમરણ ગણાય. એની પાછળ એક જ ભાવ છે, કે પ્રતિજ્ઞાભંગથી સંસ્કૃતિ અને વિકાસના માર્ગને જ ભંગ થાય છે. સાધનાની દઢતામાં જરા પણ શિથિલતા આવી તો તે શિથિલતાના સંસ્કાર પ્રત્યેક જીવનમાં પીડવાના, કારણ કે તે ઉપાદાનરૂપ બને છે. એટલે નિમિત્ત કરતાં ઉપાદાનની પરવા વધુ કરવી એ ઉચિત છે. ઉપાદાનની શુદ્ધિ થતાં નિમિત્તશુદ્ધિ સુલભ છે, પણ કેવળ નિમિત્તની શુદ્ધિથી ઉપાદાનની શુદ્ધિ સુલભ નથી. આ વાત સાધકે પ્રત્યેક પળે વિચારવી ઘટે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy