________________
લોકસાર
લોકને સાર ધર્મ છે, ધર્મને સારજ્ઞાન છે, જ્ઞાનને સાર સંયમ છે, સંયમને સાર નિર્વાણ છે, અને નિર્વાણને સારુ આનંદ છે.
પ્રથમ ઉદ્દેશક
ચારિત્રપ્રતિપાદન
વસ્તુસ્વભાવ એ જ ધર્મ એટલે લેકમાંથી જે કંઈ મેળવવા જેવું હોય તે માત્ર વસ્તુસ્વભાવ. વસ્તુસ્વભાવનું ચિત્તવૃત્તિ પર સંસ્કારરૂપે સ્થાપિત થવું તે જ્ઞાન. જ્ઞાન થયા પછી સત્યની જિજ્ઞાસા જાગે અને સત્યની જિજ્ઞાસા પછી સહજ રીતે જેટલે અંશે પરભાવને ત્યાગી સ્વભાવ તરફ વળવાની ક્રિયા થાય તેનું નામ ચારિત્ર. ચારિત્ર આવ્યા પછી ત્યાગ, તપશ્ચરણ અને એવા અનેક પ્રયોગો દ્વારા વૃત્તિ પર