SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આચારાંગસૂત્ર ઓળખી શક્યા છે, તે ગમે ત્યાં અને ગમે તેવા સંજોગોમાં પણ સત્યનું પાલન કરી શક્યા છે. સત્યના આગ્રહ ખાતર સર્વ કંઈ તેમણે હેપ્યું છે, સત્યના સિદ્ધાંત પાછળ એમણે જીવનનાં જીવન વિતાવ્યાં છે, પરંતુ સત્યની સાધનામાં તેઓ સહેજ પણ શિથિલ થયા નથી. સત્યવાન સાધકને તેની વૃત્તિ સત્યાગ્રહને બદલે કદાગ્રહમાં ઘસડી ન જાય તે ખાતર સત્યવાનના સદ્ગુણો વર્ણવતા સૂત્રકાર કહે છે કે સત્યાથી સદા સત્યવાન–વીર અપ્રમત્ત, સાથી, વિવેકી, આત્માથી અને પાપભીરુ હવે જ ઘટે. [૧૧] તેવા ઉપર્યુક્ત ગુણોથી યુક્ત સપુરુષોને અભિપ્રાય હું સૌને જણાવું છું કે “તત્ત્વદર્શી પુરુષને ઉપાધિઓ રહેતી નથી.” નેધ–સૂત્રકાર સૌ સાધકને અનુભવ પૂર્ણ પ્રતીતિ આપે છે કે તત્વ જાણ્યા પછી ઉપાધિઓ રહેતી નથી. માટે નિશ્ચિત ભાવે વિકાસમાર્ગમાં સૌ પ્રવૃત્ત થાઓ. ઉપસંહાર તપશ્ચર્યામાં પણ વિવેની આવશ્યક્તા છે. કમ અને વિવેક જાળવવાથી પ્રત્યેક ક્રિયામાં સફળતા મળે છે. જીવનનાં દાન કરતાંયે જિજ્ઞાસા મોંધી છે. તપશ્ચર્યાથી દેહ કૃશ કરવો સહેલો છે, પણ મર્કટ સમી ચંચળવૃત્તિને કૃશ કરવી કઠિન છે. દેહ અને ઇંદ્રિયોનું દમન વૃત્તિના ઉશ્કેરાટને દબાવે છે, વિષના વેગને રેકે છે, પણ વિષયો તરફ વૃત્તિનું વલણ જ્યાં સુધી રહે ત્યાં સુધી તપશ્ચર્યાની સર્વાગસિદ્ધિ ન ગણાર્ય. પૂર્વકને બાળવામાં તપશ્ચર્યાને અગ્નિ સફળ થાય છે, તો વર્તમાન કર્મોની શુદ્ધિ પર સતત લક્ષ્ય રાખવું ઘટે. સત્યનિષ્ઠામાં વીરતાની કસોટી છે. સત્યનો માર્ગ જ એક અને અજોડ આનંદદાતા છે. એમ કહું છું. આ પ્રમાણે સમ્યક્ત્વ નામનું ચતુર્થ અધ્યયન પૂર્ણ થયું.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy