________________
અહિંસા અને ધર્મ
૧૨૧
ઉપાદાનની શુદ્ધિમાં ઉપયોગી ન નીવડતાં હોય તે નિમિત્તોને મહત્ત્વ આપવું નિરર્થક ગણાય, એ પ્રતિપાદન આ બન્ને સૂત્રો સચોટપણે કરે છે. સારાંશ કે બહાર દેખાતો સંસાર એ સંસાર નથી, પણ સંસાર તો અંતરની વાસનામાં છે. એટલે બાહ્ય સંસાર એ કાળો કોલસે નહિ, પણ એને જેવો જે ઉપડ્યાગ કે દુપયોગ કરી શકે તેટલી અને તેથી તેના ઉપાદાનની શુદ્ધિઅશુદ્ધિ માટેનું માત્ર નિમિત્ત બને. એટલું જ વિચારવું રહ્યું.
ઉપરનાં બને સૂત્રો નિરાસક્તિયોગનાં સૂચક છે. મન ઇવ મનુષ્યાન શાળ વંધનોક્ષયોઃ એ ભાવ પણ અહીં બહુ સ્પષ્ટ થાય છે. વિશ્વમાં એક પણ નિરર્થક વસ્તુ નથી. પદાર્થ માત્રમાંથી જ્ઞાન મળે છે. એક જ પદાર્થ એકને અમૃતરૂપ બને છે, અને બીજાને ઝેર પણ બની શકે છે. મિચ્છાદષ્ટિ જીવ જ્યાં જઈ પાપનાં પોટલાં બાંધે છે, ત્યાં જ સમ્યક્દષ્ટિ જીવ કર્મ બાંધવાને બદલે છોડે છે. કોશા જેવી લાવણ્યવંતી અને ચતુર વેશ્યાના વિલાસગૃહમાં લાંબા કાળ સુધી અહોરાત્ર વસવા છતાં શ્રી સ્થૂલિભદ્ર નિર્વિકાર રહ્યા. એક તરફ વિકારોત્તેજક વાસનાનું તીવ્ર વાતાવરણ, અને બીજી તરફ શાંતમૂર્તિ યોગીશ્વરની અડગતા. એ બન્નેના ઉગ્ર માં આખરે ગી જીત્યા, ને વેશ્યા પર પોતાના સચારિત્રની અખંડ છાપ પાડી. આ રીતે કર્મબંધનના સ્થાનમાં કર્મબંધન તોડ્યા એવો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં મળે છે. તે જ રીતે કેટલાક છો એવા પણ હોય છે કે જે ઉત્તમ ટિના પવિત્ર વાતાવરણમાં પણ પિતાની ગંદી વાસનાના પ્રબળપણાથી–પાપિણ્ડ વૃત્તિથી કમનાં તીવ્ર બંધન બાંધે છે.
સારાંશ કે નિમિત્તો કરતાં ઉપાદાનનું પ્રાબલ્ય છે. જેનું ઉપાદાન પવિત્ર છે, તેને નિમિત્તો ગમે તેવાં મળે તો તેની પવિત્રતા જશે નહિ, પણ જેનું ઉપાદાન અપવિત્ર હશે, તે પવિત્ર નિમિત્તોમાંથી પતન પામશે. આથી સાધકે ઉપાદાનને પવિત્ર બનાવવાનો પ્રત્યેક સાધનામાં પ્રયત્ન કરવો, અને તે જ વેચે આગળ વધવું ઘટે. પરંતુ આ ઉપરથી નિરાસક્તિ કેળવીએ તો કર્મબંધનના સ્થાનમાં તટસ્થ, મધ્યસ્થ કે સમભાવી રહી શકાય છે એમ માની કેઈ સાધક પોતાની કસેટી માટે સ્વયં તેવા સ્થાનમાં જવાનું સાહસ ન કરે; કારણ કે નિરાસક્તિ વદવામાં જેટલી સરળ છે તેટલી આચરણચતામાં વિકટ છે. - [૩] આ પદે ( ઉપરનાં રહસ્યો )ને સંપૂર્ણ રીતે સમજનારા તીર્થકર દેવો (શાસનાધીશો)ના ફરમાવ્યા પ્રમાણે આ સંસારના