________________
ત્યાગનું ફળ
૧૧૧ સંપૂર્ણપણે જાણે તે સમસ્તને સંપૂર્ણપણે જાણી શકે, એ નૈસર્ગિક નિયમ છે. મહાન આત્માઓ જ આ સત્યમાર્ગને પાર પામી શકે, અને સર્વજ્ઞ બની શકે. જીવિતની આકાંક્ષાને ત્યાગ, પૂર્ણ નિર્ભયતા અને સત્યની અખંડ આરાધના એ વીરતાનાં લક્ષણ છે. જેની એક માગે શક્તિ હશે તે બીજે માગે પણ વળી શકશે.
જ્ઞાનના મૂળમાં શ્રદ્ધાના અપૂર્વ બળની પ્રાપ્તિ છે. સત્પષદર્શિત સત્યમાર્ગમાં પ્રવર્તવાની તાલાવેલી એ શ્રદ્ધાનું ચિહન ગણાય. શ્રદ્ધાવાનને આત્મોન્નતિનો માર્ગ વધુ સરળ છે.
એમ કહું છું. શીતોષ્ણય નામનું તૃતીય અધ્યયન પૂર્ણ થયું.