SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - સંપાદકીય - ઘણા સંઘર્ષોથી ભરેલો મારો એ અભ્યાસકાળ આજે યાદ આવે છે. સંસ્કૃત વ્યાકરણના અધ્યયનની શરૂઆત માટે કેવો સંઘર્ષ કરવો પડ્યો તે પણ આજે યાદ આવે છે અને અનેક ઘટનાઓ વાવાઝોડાની જેમ સ્મૃતિપટ પર ચડી આવે છે એ બધાયની પછી પણ શાસ્ત્રરાગ વધ્યો જ છે એ મારું જમા પાસું. વિ.સં. ૨૦૫૩/૨૦૫૪ માં કલિકાલસર્વજ્ઞશ્રીજીની અમર પ્રસાદી જેવું ષભાષામય અને અષ્ટાધ્યાયી વ્યાકરણ મે કરેલું. મૂળસૂત્ર, ટીકા અને ઉદાહરણ... બધું જ કંઠસ્થ કરવાનું. ક્યાંય shortcut નહીં. વ્યાકરણના અભ્યાસ દરમ્યાન ચાર અધ્યાય પૂરા થયાં તે પછી કલિકાલસર્વજ્ઞશ્રીજીએ રચેલો “સિદ્ધહેમચંદ્રથા,પતિઃ' આવ્યો. ૨૦૫૦ ધાતુસંખ્યા ધરાવતો આખો આ પાઠ પણ મે ગોખેલો. તે સમયે ધાતુપાઠ ગોખવાની સાથે સાથે મે એક નોંધ તૈયાર કરી. જેમાં દરેક ધાતુના ગણ, પદ, સેટ છે કે અનિટુ યા વેટ ? અર્થ અને આદેશ પ્રાપ્ત અંગ... આ બધાં જ પરિષ્કારો તૈયાર કર્યા. તેની ફલશ્રુતિ રૂપે મને સંસ્કૃત ભાષાની પુષ્ટિનો લાભ થયો. વિ.સં. ૨૦૫૪ માં તૈયાર થયેલી મારી આ નોંધ અન્ય અભ્યાસીઓ, વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને કૃતિકારોને ઉપયોગી બનશે તેવી ધારણા સાથે પ્રસ્તુત પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી રહી છે. આશા છે કે વર્તમાન અને ભવિષ્યકાલીન અભ્યાસુ વિદ્યાર્થીઓ તેમજ વિદ્વાનોને તત્ત્વના અર્થને પામવા માટેની તેમની સફરમાં મારો આ પ્રયત્ન નાનકડી પણ મદદ કરશે. વિ.સં. ૨૦૭૨, ફા.વ. ૧૦+૧૧, - ગણી હિતવર્ધન વિજય મીરાંબિકા જૈન સંઘ, નારણપુરા, અમદાવાદ
SR No.023118
Book TitleSiddha Hemchandra Dhatupath
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2016
Total Pages200
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy