________________
૧૩૦
સંકાશ શ્રાવક વિષે વિશેષ વિચાર, પ્રશ્રકાર પ્રશ્ન કરે છે, કે –
ચ માટે રૂપું, સોનું વિગેરે તથા ગામડા અને ગાયના વાડા મેળવનાર મુનિને ત્રણ કરણની વિસદ્ધિ કેવી રીતે રહી શકે?”
ઉત્તર–“અહિં બે વિકલ્પ છે–(૧જે ઉપર જણાવેલી વરતુઓ પોતે માંગે, તો તેની શુદ્ધિ હેતી નથી. પરંતુ (૨) ચૈત્યની તે વસ્તુઓ કઈ પણ લઈ જાય, તો ચારિત્ર પાત્રને અચારિત્ર પાત્ર એ સર્વનું કર્તવ્ય હોવાથી શ્રી સંઘે તે પાછું મેળવવા માટે સર્વ શક્તિથી પ્રયત્ન કરવો જ જોઈએ.
તથા, “શુદ્ધ આગમ પ્રમાણે લાભને અનુસરીને” એ જે કહ્યું છે, તે “જાતે ફૂલ ન તોડવા વિગેરેની અપેક્ષાએ નથી. પરંતુ, “પૂજા કરવાને વખતે ફૂલ આપવાને માટે માળી આવેલ હોય, તે વખતે તેની પાસેથી ફૂલ લેવામાં શાસનની પ્રભાવના એટલે કે – મહત્તા જાળવવા માટે, તેની સાથે “વણિક કળાનો પ્રયોગ ન કરવો જોઈએ.” એ વાત બરાબર સમજાવવા માટે એ વાક્ય છે.”
માટે આદિ શબ્દનો પ્રયોગ બરાબર છે, એમ સમજવું.”
(પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી યશવિજયજી મહારાજના છપાએલા
પ્રતિમા-શતકના ૧૫૭, ૧૫૮ પૃષ્ઠમાંથી).