________________
૧૨૪
૭. દષ્ટાન્ત દ્વાર [ગાથા ૬૭ મહાકાળની કથા.
અનુક્રમે નીલના જન્મ વખતે હાથીનું સિન્ય રોગને લીધે મરણ પામ્યું, મહાનલના જન્મ વખતે ઘોડાનું સૈન્ય મરણ પામ્યું, કાળના જન્મ વખતે અગ્નિના ઉપદ્રવે કરીને તમામ અદ્ધિ નાશ પામી.
મહાકાળના જન્મ વખતે કેટલેક કાળ ગયા પછી શત્રુઓએ મળીને રાજ્ય લઈ લીધું.
રાજ્યથી ભ્રષ્ટ થયેલા શાંત રાજાએ સ્ત્રી અને પુત્રની સાથે ભટક્તાં ભટકતાં, સૌરાષ્ટ્રમાં શત્રુંજી નદીની પાસેના પર્વ ઉપર રહેવાનું રાખીને ઘણો કાળ પસાર કર્યો.
એ વખતે, છોકરાઓ પણ શિકાર વિગેરે વ્યસનેમાં લાગેલા રહેતા હતા. ને દુષ્ટ કોઢ વિગેરે રોગોથી પીડાવા લાગ્યા, ત્યારે દુઃખથી ગભરાઈ ગયેલા રાજા પૃપાપાત કરીને મરવા માટે પર્વત ઉપર ચડડ્યા.
ત્યાં, સંપ્રતિ અરિહંત ભગવાનનું દહેરાસર જોઈને, આવતા ભવનું ભાતું મેળવવા માટે આગમમાં કહેલી વિધિએ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતા હતે.
એ અવસરે, ત્યાં આવેલા, તેની પૂજા વિધિની કુશળતા અને વિસ્મય પામેલા ધરણેન્દ્ર દેવે બહાર આવેલા રાજાને બધું પૂછ્યું. રાજાએ પિતાને (પૃપાપાતથી મરવાને) વિચાર જણાવ્યું. તેથી ધરણેન્ટે તેનું બાળ (અસમા ધિથી થવાનું) મૃત્યુ રેકીને, તેના પુત્રના પૂર્વ ભવની વાત રાજાને કહી.
પૂર્વ ભવમાં– ૧ તારા પહેલા પુત્રના જીવે ચેર જાતિના ભવમાં તીર્થ યાત્રાના સંઘને
લુંટયો હતો, અને સાધુ મહારાજને મારી નાંખ્યા હતા. ૨ બીજા પુત્રના જીવે ક્ષત્રિય જાતિના ભવમાં પિતાની સ્ત્રીને મારી નાંખી હતી.
ત્રીજા પુત્રના છ વણિક જાતિના ભવમાં તત્ત્વની નિંદા કરી હતી. ૪ ચેથા પુત્રના જીવે બ્રાહ્મણ જાતિના ભવમાં દેવદ્રવ્ય અને ગુરુ દ્રવ્યની
ચોરી કરી હતી.
ત્યાર પછી, દુર્ગતિમાં ઘણું ભ સુધી ભમીને અકામ નિર્જરાના બળથી કેટલાક કર્મો તે ખપાવ્યા હતા. અનુક્રમે તે ચારેય છે તમારા પુત્ર થયા છે. બાકી રહેલા કર્મના ઉદયથી આ પ્રમાણે પાપનું ફળ પામ્યા છે. અને તેના સંબંધથી તમને પણ એનું ફળ મળ્યું છે. આથી, પુત્રોની સાથે તમે પણ આ તીર્થની સેવા કરે. તેના જળથી સ્નાન કરીને, રોજ જિન પ્રતિમાજી મહારાજાઓની પૂજા કરો. ને પિન્ડસ્થ વિગેરે ધ્યાનમાં તત્પર રહે.