________________
૧૨૧
ગાથા ૬૭. કર્મચાર-પુણ્યસાર, ] ૭. દષ્ટાન્ત દ્વારા
કર્મસાર ને પુણ્યસારની કથા * એ પ્રકારે, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરવાથી થયેલા પાપ કર્મને ઉપર જણાવેલા વિધિથી નાશ કરવાનું બતાવવા માટે કર્મસાર અને પુણ્યસારના દૃષ્ટાંતે નીચે પ્રમાણે છે,
કથા–
ભેગપુરમાં ચોવીસ કરોડ સોનામહોરના માલિક ધનાવહ શેઠ હતા. ધનવતી તેમનાં પત્ની હતા. તે બંનેયના જોડકે જન્મેલા કર્મસાર અને પુણ્યસાર નામે પુત્ર હતા.
આઠમે વરસે વિદ્વાન ઉપાધ્યાય પાસે ભણવા રહ્યા. પુણ્યસાર સર્વ વિદ્યા સુખ પૂર્વક ભ. ઘણું મહેનત કરવા છતાં પણ કર્મસારને એક અક્ષરેય આવશે નહીં. તે પછી વાંચવા-લખવા વિગેરેમાં તે પૂછવું જ શું? તેથી, અધ્યાપકે પણ પશુ જેવા તેને ભણાવવાનું છોડી દીધું. બન્નેય યૌવન પામ્યા, ત્યારે પિતા શ્રીમંત હોવાથી મોટા શેઠીયાઓની કન્યાઓ બન્નેયને સરળતાથી મળી ગઈ, અને ઉત્સવ પૂર્વક પરણ્યા.
“બન્નેય પરસ્પર લડી ન પડે.” એમ વિચારીને બન્નેને બાર-બાર કરેડ સોનૈયા આપી જુદા કર્યા.
હવે, કર્મસાર પિતાના કુટુમ્બીઓએ રેકવા છતાં કુર્બુદ્ધિથી એવી રીતે વેપાર કરે છે, કે–જેથી વેપારમાં ધનની હાનિ જ થાય. એમ કરતાં કરતાં થોડા દિવસોમાં જ પિતાએ આપેલી બાર કરોડ સોના મહોરે ગુમાવી દીધી,
પુયસારના બાર કરોડ સેનિયા ચાર ખાતર પાડીને લઈ ગયા. તેથી તે બનેય દરિદ્રી થઈ ગયા. કુટુમ્બ વિગેરેએ તેઓને છોડી દીધા. અને બનેયની પત્નીઓ પીયર જઈને રહી.
ત્યાર પછી, “બુદ્ધિ વગરના અને ભાગ્ય હિન છે” એમ કહી લેકે અપમાન કરતા હતા. તેથી શરમાઈને બીજા દેશમાં જઈ, જુદા જુદા શ્રીમંતને ઘેર રહ્યા.
ત્યાં પણ, બીજે કઈ ઉપાય ન હોવાથી નોકર તરીકે જેના ઘરમાં રહ્યો, તે શેઠ પણ કૃપણ હોવાથી, ઠરાવેલું મહેનતાણું પણ તેને આપતું નથી. અને વારંવાર છેતરે છે.
આથી, ઘણા દિવસે પણ પહેલે ભાઈ કાંઈ મેળવી શકશે નહીં. બીજા ભાઈએ કાંઈક મેળવ્યું, અને પ્રયત્નથી સાચવ્યું, પણ ધુતાર ધૂતી ગયે.