________________
ગાથા ૯ દેવું તરત જ આપી દેવું] ૨. વૃદ્ધિદ્વારા
૨૯ હેય, તે ત્યારે જ, તેટલું પૂરું અને બીજું જે કંઈ પણ દેવાનું કબુલ્યું હેય, તેને ઉપલેગ કેમ કરી શકાય ?
અથવા તે, તેનાથી મળતા લાભ વિગેરે પણ કેમ મેળવી શકાય? કેમ કે,–જે તેમ કરવામાં આવે, તે પ્રથમ જણાવ્યા પ્રમાણે દેવ-દ્રવ્યાદિકને ઉપભોગ કર્યાને પ્રસંગ આવી જાય છે. માટે તેણે તે તરત જ આપી દેવું જોઈએ. + અને જેની શક્તિ તરત જ આપી દેવાની ન હોય, તેણે પહેલેથી જ પખવાડીયા, કે અડધા પખવાડીયા વિગેરેમાં આપી દેવાની મુદત ચકખી જણાવી દેવી જોઈએ. અને માગ્યા વિના પણ મુદતની અંદર જાતે જ આપી દેવું જોઈએ. મુદત ઓળંગી જવાથી દૈવગે કદાચ વચ્ચે જ પાપને ઉદય આવી જાય, તે, નહષભદત્ત શ્રાવકની જેમ દેવાદિદ્રવ્યના ઉપભેગને દેશ ખુલ્લી રીતે લાગી જાય છે.
‘‘મહાપુર નગરમાં ઋષભદત્ત નામના પરમ શ્રાવક મોટા શેઠ પર્વને દિવસે શ્રી દહેરાસરે ગયા. પાસે દ્રવ્ય ન હતું. તેથી ઉધારથી ભગવાનને આંગી ચડાવવાને ખર્ચ આપવાનું કબુલ કર્યું. પરંતુ બીજા કામમાં રોકાઈ જવાથી તરત જ (આંગી ને) ખર્ચ આપી શકાય નહીં. કોઈ એક દિવસે દુર્ભાગ્યથી તેના ઘરમાં ધાડ પડી. અને બધું લુંટાઈ ગયું. ને શેઠને લુંટારાઓએ મારી નાંખ્યા.
મરીને તે જ નગરમાં નિર્દય, દરીદ્ર અને કુપણ પાડો હાંકનારના ઘરમાં પાડા તરીકે જન્મ લીધો. ત્યાં પણ, હમેશાં ઘેર ઘેર પાણી વગેરેને ભાર ઉપાડીને ઉંચામાં ઉંચા ઢોળાવ પર ચડવાનું અને એ રીતે રાત-દિવસ ભાર વહન કરવો પડતો હતો. ઉપરાંત, ઘણી ભૂખ, તરસ અને હંમેશા નિર્દય રીતે દેરડીના સરપટાના માર, વિગેરેથી ઘણુ વખત સુધી મહાપીડા સુધી સહન કરતો રહ્યો.
એક દિવસે તે નવા બંધાતા દહેરાસરના કિલ્લા માટે પાણું વહેતાં વહેતાં જિનેશ્વર દેવની પૂજા વગેરે જઈને, જાતિ સ્મરણ જ્ઞાન થવાથી દહેરાસરની પાસેથી કોઈપણ રીતે (પા) ખસતા જ નથી. તેથી જ્ઞાની પુરુષના વચનથી તેના પૂર્વભવના પુત્રએ ધન આપીને પાડાવાળા પાસેથી તેને છોડાવ્યા. -
પછી પહેલા તે પૂર્વ ભવનું દેવ-દ્રવ્યનું દેણું હજારગણું આપીને, તેના દિકરાઓએ દેવામુક્ત કર્યા પછી, અણુશણુ કરીને સ્વર્ગમાં ગયા.
અનુક્રમે મેક્ષમાં ગયા.” # તેથી (ઉઘરાણી કરવામાં અને દેવું આપી દેવામાં) એમ બનેય રીતે વિલંબ કર જોઈએ નહીં.