SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યોત ૩-૩૩ ] ગુણવૃત્તિ અને લક્ષણાથી વ્યંજનાની ભિન્નતા [ ૨૬૭ આ બંને ડેાય છે. ગુણવૃત્તિના આશ્રય પણ શબ્દ અને અર્શી બન્ને ડાય છે, એટલે ત્યાંથી જ શરૂઆત કરે છે. કહે છે : ગુણવૃત્તિ તેા ઉપચાર તથા લક્ષણાથી શબ્દ અને અથ ને ઉપર આધાર રાખતી હોય છે. પરંતુ ગુણવૃત્તિ કરતાં જના, સ્વરૂપની અને વિષયની ખાખતમાં, ભિન્ન હોય છે. સ્વરૂપભેદ આ રીતે છે : અમુખ્યપણે વ્યાપાર થવા એટલે કે અમુખ્ય વૃત્તિથી શબ્દના વ્યાપાર તે ગુણુવૃત્તિ એ તેા જાણીતું છે. જ્યારે વ્યંજના તા મુખ્યપણે જ શબ્દના વ્યાપાર છે. કારણ, વાચ્યા માંથી જે ત્રણ (વસ્તુ, અલકર અને રસાદિરૂપ) અર્થા પ્રતીત થાય છે, તે વાચ્યાથથી સહેજ પણુ અમુખ્ય હોતા નથી. એ એના સ્વરૂપમાં ખીન્ને ભેદ એ છે કે ગુણવૃત્તિ એ મુખ્યપણે કામ કરતી વાચકવૃત્તિ જ છે, જ્યારે વ્યકત્વ તા વાચકથી અત્યંત ભિન્ન જ છે, અને એનું પ્રતિપાદન થઈ ગયું છે. M : બીજો સ્વરૂપભેદ એ છે કે ગુણવૃત્તિ દ્વારા એક અથ બીજો અથ ખતાવે છે, ત્યારે તે ખીજા અર્થમાં વાચ્યા પૂરેપૂરા સળાને એકરૂપ થઈ જાય છે, જેમ ગંગામાં ઝૂંપડું''માં થાય છે. એમાં ‘ ગંગા ’શબ્દા ‘ જલપ્રવાહ ’-રૂપ અર્થ ‘ગંગાતટ’ એ અર્થમાં પૂરેપૂરા ભળી જાય છે, તેનું સ્વત ંત્ર અસ્તિત્વ જ રહેતુ નથી. પણ જ્યારે એક અર્થ વ્યંજના દ્વારા ખીજા અના મેષ શવે છે, ત્યારે પહેલા અર્થ પેાતાનું અસ્તિત્વ સાચવીને ખીજાં અર્થને પ્રગટ કરે છે, જેમ દીવા કરે છે. જેમ કે “ લીલા ફમલપત્રોને પાર્વતી ગણતી હવી” વગેરેમાં. એ શ્લેાકમાં પાર્વતી નીચું જોઈને લીલાકમળની પાંદડી ગણવા માંડે છે.એ અ કાયમ જ રહે છે, અને તે પાર્વતીની લજજારૂપી બીજા
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy