________________
૧૦૮ ] કહેવાલંકાર અને શબ્દશક્તિમૂલ વનિને ભેદ [ ધ્વન્યા
સ્તનને લગતે અર્થ –
“કાળા અગરના લેપથી કૃષ્ણ વર્ણવાળા, હારથી શોભતા, તે તન્વીના ઉન્નત સ્તનપ્રદેશ કોના ચિત્તને ઉત્કંઠિત નથી બનાવ્યુ!”
અહીં પ્રસંગ વષવર્ણનનો હેવાથી પહેલાં મેઘને લગતો અર્થ અભિધાથી સમજાય છે અને પછી વ્યંજનાથી સ્તનને લગતો બીજો અર્થ સમજાય છે.
એવું જ ત્રીજું ઉદાહરણ – दत्तानन्दाः प्रजानां समुचितसमयाकृष्टसृष्टैः पयोभिः पूर्वाहणे विप्रकीर्णा दिशि दिशि विरमत्यति संहारभाजः । दीप्तांशोीर्घदुःखप्रभवभयभयोदनवदुत्तारनावो । गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु ॥
આ શ્લેકમાં પણ શ્લેષને કારણે બે અર્થે સમજાય છે. એક સૂર્યને લગતો અને બીજે ગાયોને લાગતો.
સૂર્યને લગતે અર્થ –
“સમુચિત સમયે (ગ્રીષ્મ ઋતુમાં, સમુદ્ર વગેરેમાંથી) ખેંચી લીધેલું પાણી વર્ષા ઋતુમાં વરસાવી પ્રજાને આનંદ આપનાર, દિવસના શરૂઆતના ભાગમાં જુદી જુદી દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે સમેટાઈ જનાર, દીર્ઘકાળવ્યાપી દુઃખના કારણભૂત ભયભર્યા સંસારસાગરને પાર કરવાની નૌકારૂપ પરમ પવિત્ર સૂર્યનાં કિરણો તમને અપાર સુખ આપો”
ગાયોને લગતે અર્થ –
“સમુચિત સમયે દૂધ ખેંચીને અને આપીને લોકોને આનંદ આપનારી, સવારમાં (ચરવા માટે) જુદી જુદી. દિશામાં ફેલાઈ જનારી, અને સાંજે પાછી ભેગી થનારી, દીર્ઘકાળવ્યાપી દુઃખના કારણભૂત ભયભર્યા સંસારસાગરને પાર કરવાની નૌકારૂપ પરમ પવિત્ર ગાયે તમને અપાર સુખ આપ.”