________________
ઉદ્યોત ર-૨૧ ] શ્લેષાલંકાર અને શબ્દશક્તિમૂલ ધ્વનિને ભેદ [ ૧૦૭
“अत्रान्तरे कुसुमसमययुगमुपसंहरन्नज़ुभत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाधवलाट्टहासो महाकालः।"
આ વાક્યમાંથી લિષ્ટ વિશેષણને કારણે એક ગ્રીષ્મ ઋતુને લગતો ને બીજો શિવને લગતો એમ બે અર્થો પ્રગટ થાય છે.
ગ્રીષ્મ ઋતુને લગતે અર્થ –
એવે સમયે જેમાં ફૂલે ખીલે છે તે વસંત ઋતુના બે માસ ચૈત્ર અને વિશાખને ઉપસંહાર કરી, હવેલીઓને વેત બનાવી દેતા ખીલેલી જૂઈના હાસ્યવાળે ગ્રીષ્મ નામને લાંબા દિવસોવાળે સમય ઉદય પામ્યું.” શિવને લગતે અર્થ–
એવામાં વસંત ઋતુ જેવા શેભીતા સત્ અને ત્રેતા યુગને અંત આણું, ખીલેલી જૂઈના જેવા શુભ્ર હાસ્યવાળા, અસુરો અને અભક્તો માટે ગ્રીષ્મ જેવા ભીષણ મનાતા પ્રલયંકર શિવ પ્રગટ થયા.”
અહીં પ્રકરણને લીધે એટલે કે પ્રસંગ ગ્રીષ્મવર્ણનને હોવાથી અભિધાશક્તિ ગ્રીષ્મને લગતા અર્થમાં નિયંત્રિત થઈ છે, અને ત્યાર પછી શિવને લગતે જે બીજો અર્થ સમજાય છે તે શબ્દશક્તિમૂલક વનિવ્યાપારથી એટલે કે વ્યંજના દ્વારા જ સમજાય છે.
એવું જ બીજું ઉદાહરણ –
उन्नतः प्रोल्लसद्धारः कालागुरुमलीमसः ।
पयोधरभरस्तव्याः कं न चकेऽभिलाषिणम् ॥ આ લેકમાં શ્લેષને કારણે મેઘને લગતો અને સ્તનને લગતો એમ બે અર્થો સમજાય છે.
મેઘને લગતે અર્થ –
કાળા અગરના જેવા કૃષ્ણ વર્ણના, ધારાઓથી શોભતા, ચઢી આવેલા મેઘે કોના ચિત્તને તન્વી માટે અર્થાત્ પિતાની પ્રિયા માટે ઉત્કંઠિત નથી બનાવ્યું !”