________________
૭૨ ] રસ વિશેની સમજૂતી
[ ધ્વન્યાલોક વૃત્તિમાં ગ્રંથકારે કરુણરસનો ઉલ્લેખ કર્યો નથી. કારણ, એ કરુણ પણ શિવ પ્રત્યેની રતિને જ પિષક છે અને સૌંદર્ય સાધવામાં ઝાઝ ઉપયોગી નથી, એટલે કેવળ શ્લેષ સહિત ઈર્ષાવિપ્રલંભનો જ ઉલ્લેખ કર્યો છે.
આવાં ઉદાહરણે જ રસવદાદિ અલંકારને વિષય છે. અને તેથી અહીં ઈર્ષાવિપ્રલંભ અને કરુણ એ બંને (વિરોધી) રસોને સમાવેશ અંગરૂપે થયેલો હાઈ દેષરૂપ નથી. રસ વિરોધની સમજૂતી
હવે વૃત્તિમાં જે એમ કહ્યું કે અહીં વિપ્રલંભ અને કરુણ ભેગા આવ્યા છે એ દોષ નથી, તે એટલા માટે કે રસોમાં કેટલાક રસે એકબીજાના વિરોધી અને કેટલાક એકબીજાના અવિરોધી મનાય છે. વિરોધી રસનું વર્ણન એકસાથે નથી થઈ શકતું. એ નિયમ અનુસાર શૃંગાર રસના વિરોધી રસોમાં કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનકને ગણાવેલા છે. અને તેથી શૃંગાર અને કરુણનું એકત્ર વર્ણન ન થઈ શકે. આ લેકમાં કર્યું છે, તેનું સમાધાન કરવા કહ્યું છે કે એ બંને અંગરૂપે આવેલા છે એટલે એમાં દોષ નથી.
આ સમજવા માટે થોડી વિગતમાં ઊતરવું પડશે. સેના વિરોધ અને અવિરોધની વ્યવસ્થા ત્રણ પ્રકારે કરેલી છે: (૧) કેટલાક રસનું આલંબન એક હોય તે દેષ આવે છે; જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન અને જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય. રામના રતિભાવ માટે સીતા અવલંબન છે અને તેનો આશ્રય રામ છે. (૨) કેટલાક રસનો આશ્રય એક હોય તો દોષ આવે છે; અને (૩) કેટલાક રસોમાંના એક પછી તરત બીજે વર્ણવવાથી દોષ આવે છે. દા. ત., વીર અને શૃંગારનું આલંબન એક હોય તો તે દેવ ગણાય છે; એ જ રીતે હાસ્ય, રૌદ્ર અને બીભત્સને સંગ શૃંગાર સાથે અને વીર, કરુણ, રૌદ્રાદિને વિપ્રલંભ શૃંગાર સાથે આલંબનએજ્યને કારણે વિરોધ ગણાય છે.
વીર અને ભયાનક એકાશ્રયમાં વિરોધી ગણાય છે, તે જ રીતે શૃંગાર અને શાંત એક પછી બીજો તરત આવે તો વિરોધી ગણાય છે. પરંતુ શૃંગાર અને અદ્ભુત, ભયાનક અને બીભત્સ, વીર અને અદ્દભુત તથા રૌદ્ર કોઈ પણ પ્રકારે એટલે એમનું આલંબન એક હોય અથવા એમનો આશ્રય એક હોય કે એ એક પછી તરત બીજ આવ્યો હોય તોયે— વિરોધી ગણાતા નથી. એટલે એ રસે અવિરોધી રસો છે.