________________
વાળી યુવતીજે આ
ઉદ્યોત ૨-૫ ]
- એના બે પ્રકાર [ ૭૧ અહીં શુદ્ધ કરુણરસ અંગ એટલે કે ગૌણ હોવાથી એ સ્પષ્ટપણે રસવદલંકાર જ છે. આવી રીતે આવાં ઉદાહરણેમાં બીજા રસ પણ અંગ બને છે એ સ્પષ્ટ છે.
હવે સંકીર્ણ રસાદિ અંગ એટલે કે ગૌણ બન્યું હોય તેનું ઉદાહરણ :
“તરતના જ અપરાધી કામી જે શંભુનાં બાણને અગ્નિ તમારાં પાપોને બાળી મૂકો, જે અગ્નિને ત્રિપુરની કમલ જેવી આંખેવાળી યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતા નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.”
આ શ્લોકમાં કવિનો ઉદ્દેશ ત્રિપુરારિ શિવની શક્તિ અને તેમના મહિમાનું વર્ણન કરવાનો છે, ( એટલે અહીં દેવતા પ્રત્યેનો પ્રેમ પ્રતિપાદ્ય વિષય છે. એ પ્રેમ દેવતા પ્રત્યેનો હોઈ ભાવ કહેવાય.) તેમ છતાં, અહીં કરુણ અને શૃંગાર રસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કરુણ રસ અહીં અંગભૂત એટલે કે ગૌણ છે, અને તેની સાથે શ્લેષોપમા પણ છે. “આંસુથી ભરેલી કમલ જેવી આંખોવાળી” એ પદથી કરુણ રસ અને “તરતના જ અપરાધી કામી જેવો” એ પદથી ઉપમા સમજાય છે. અને એ ઉપમાને જોરે ઈષ્ય વિપ્રલંભ રસ પણ વ્યંજિત થાય છે. વળી લેકમાં વપરાયેલાં ક્ષિપ્ત”, “અભિહત”, “અપાસ્ત' વગેરે શ્લેષયુક્ત વિશેષણો બાણના અગ્નિને અને કામીજનને લાગુ પડે છે, એટલે અહીં કરુણ રસની સાથે શ્લેષોપમાનું મિશ્રણ થયું છે, એટલે આ સંકીર્ણ રસવ લંકારનું ઉદાહરણ છે. આથી વૃત્તિમાં કહ્યું છે કે
આ શ્લેકમાં ત્રિપુરારિ શિવના પ્રભાવને અતિશય એ જ પ્રધાન વાકક્ષાર્થ છે, એટલે લેષ સહિતને ઈર્ષાવિપ્રલંભ (અને કરુણ) તેનું અંગ છે. તેથી આ સંકીર્ણ રસાદિઅલંકારનું ઉદાહરણ છે.