________________
CO
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
સજ્ઞઇ રાખવી; શ્રી જિનમન્દિર અથવા તો તેનો ભાગ પડી જાય તેવો થયો હોય તો તેને તરત સમરાણી લેવો; પૂજા કરવાનાં ઉપકરણો જે ખુટતાં હોય તે પુરાં કરવાં; મૂળનાયક ભગવાનનું તથા પરિવારના-એમ સઘળાંય શ્રી જિનબિમ્બોને નિર્મળ રાખવાં; ઉત્કૃષ્ટ પૂજા કરવી તથા દીપાદિકની ભવ્ય શોભા કરવી; શ્રી જિનમન્દિરની ચોરાશી આશાતનાઓ ટાળવી; ચોખા, ળ, નૈવેદ્ય આદિની ઉચિત વ્યવસ્થા કરવી; ચન્દન, કેસર, ધૂપ, દીપ અને તેની સામગ્રીનો સંગ્રહ કરવો; દેવદ્રવ્યનો નાશ થતો હોય તો તેને અટકાવવાને માટે બનતું બધું ઉચિત રીતિએ કરવું, બે-ચાર સારા સાક્ષીઓ રાખીને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી; દેવદ્રવ્યનું યતનાથી રક્ષણ કરવું, દેવદ્રવ્યની આવક-જાવકનું નામું ચોખ્ખું રાખવું, દેવદ્રવ્યની વૃદ્ધિ પોતે પણ કરવી તથા બીજાઓની પાસે પણ કરાવવી અને મંદિરના નોકરોને પગાર પણ આપવો તથા તેઓ તેમને સોંપાએલું કામ બરાબર કરે છે કે નહિ-તેની બરાબર તપાસ રાખવી આ વિગેરે શ્રી જિનમન્દિરની ઉચિત ચિત્તા કહેવાય છે અને શ્રાવકોએ તે કરવી જ જોઇએ. શ્રી જિનમન્દિરનાં કાર્યો થાય અને શ્રી જિનમન્દિરને ખર્ચ ભોગવવો પડે નહિ અથવા તો ખર્ચ ઓછો ભોગવવો પડે, એ માટે શાસ્ત્ર કહે છે કે દ્રવ્યથી અથવા નોકરો દ્વારા બની શકે એવાં કાર્યો દ્વિમાન શ્રાવકથી વગર પ્રયાસ થઇ શકે છે. દ્વિમાન શ્રાવક્ના આશ્રિત આદિ ઘણા હોય, એની શરમ પણ ઘણી પડે, એટલે એ જો જરાક ધ્યાન પર લે, તો શ્રી જિનમદિરનાં ઘણાં કામો વગર ખર્ચે અને વગર નોકરે પતી જાય. એવી જ રીતિએ, અદ્ધિમાન શ્રાવકને ઉદેશીને શાસ્ત્ર કહે છે કે-એવા માણસો પણ શ્રી જિનમન્દિરનાં ઘણાં કામો વગર ખર્ચે અને વગર નોકર થઇ જાય એવું કરી શકે છે : તે એવી રીતિએ કે-પોતાની જાતમહેનતથી થાય તેવાં કામો પોતે જાતે કરે અને