________________
ચૌદ ગુણસ્થાના ભાગ-૩
સમકતને પામેલા હોય છે તે જીવો વિશુદ્ધિમાં વધતાં વધતાં જ્યારે સાતે કર્મોની સ્થિતિ સત્તા સંખ્યાતા પલ્યોપમ જેટલી ઓછી કરે ત્યારે એ જીવો દેશવિરતિના પરિણામને પામી શકે છે. એવી જ રીતે ચોથા ગુણસ્થાનકે કોઇ જીવ (કેટલાક જીવો) ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરીને સત્તામાં રહેલા સાતે કર્મો જે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળા રહેલા છે તેમાંથી સંખ્યાતા પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી ન થાય ત્યાં સુધી એ જીવો પણ દેશ વિરતિના પરિણામને પામી શકતા નથી.
આ દેશવિરતિનો પરિણામ મનુષ્યો અને સન્ની પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા હોય તેઓ જ પામી શકે છે. સદા માટે જગતમાં દેશવિરતિ વાળા તિર્યંચો અસંખ્યાતા વિધમાન હોય છે. આ તિર્યંચો મોટા ભાગે અઢી દ્વીપની બહારના ભાગમાં રહેલા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને વિષે હોય છે. જ્યારે દેશવિરતિ પરિણામવાળા મનુષ્યો નિયમાં સંખ્યાતા હોય છે અને તે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં હોય છે. પાંચ ભરત ક્ષેત્રો-પાંચ ઐરાવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ પંદર ક્ષેત્રોમાં હોય છે.
| દર પંદર દિવસે ઓછામાં ઓછો એક જીવ દેશવિરતિના પરિણામને પામતો હોય છે.
દેશવિરતિ એટલે દેશથી વિરતિ. બાર પ્રકારની અવિરતિમાંથી પૃથ્વીકાય-અપકાય-તે ઉકાય-વાયુકાયવનસ્પતિકાયનો વધ અને પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન આ છને પોત પોતાના વિષયમાં જોડવી એમ અગ્યાર અવિરતિનું પચ્ચખ્ખાણ હોતું નથી.
1 એક માત્ર ત્રસકાયનો જે વધ એની સંપૂર્ણ વિરતિ હોતી નથી પણ જાણી બુઝીને નિરપરાધી એવા ત્રસ જીવોને મારે પોતે હણવા નહિ એટલે મારવા નહિ અને કોઇની પાસે હણાવવા નહિ