SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ યૌદ પુણસ્થાનક ભાગ-૩ અત્યંત અંગ સંસ્થાનની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન અવગાહના કરે છે. એટલે પોતાના આત્મપ્રદેશોને ધનરૂપ કરવાથી ચરમ શરીરના અંગોપાંગમાં જે નાસિકાદિ છિદ્રો છે, તેઓને પૂર્ણ કરે છે, તેથી આત્મપ્રદેશો ધનરૂપ થઇ જાય છે. અને અવગાહના. ત્રીજો ભાગ ન્યુન થાય છે.” આ ગુણસ્થાનમાં રહેલો જીવ એક વિધ બંધ, ઉપાંત્ય સમય સુધી અને જ્ઞાનાંતરાય પાંચ તથા ચાર દર્શનનો ઉદય વ્યવચ્છેદ થવાથી બેંતાળીશ પ્રકૃતિ વેદે છે. નિદ્રા, પ્રચલા, જ્ઞાનાંતરાયદશક અને ચાર દર્શન આ સોળ પ્રકૃતિની સત્તા વ્યવચ્છેદ થવાથી અહિં પંચાશી પ્રકૃતિની સત્તા હોય છે. ભદ્ર, મુમુક્ષ, આ સોપાનના દેખાવ ઉપરથી જે આ સૂચનાઓ દર્શાવી છે, તે હૃદયથી વિચારણીય છે. આ સર્વની વિચારણા કરી તારા આત્માને ઉત્તમ ભાવનાના શિખર પર આરૂઢ કરજે. | મુમુક્ષુએ પ્રસન્ન થઇને કહ્યું, “ભગવદ્, હવે કૃતાર્થ થયો. છું. આ સુંદર અને શિવરૂપ સોપાનના શિખરની સમીપે આવી પહોંચ્યો છું. મારા ઉપર પરમ ઉપકાર કરી જેણે આ રચના કરી છે, તે અદભુત અને શિવમાર્ગની સાધક હોઇ મારા મહાન્ ઉપકારની સાધનભૂત થઇ છે.” આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાનુભાવ આનંદસૂરિના ચરણમાં વંદના કરી અને તે ક્ષણવાર તે પવિત્ર મૂર્તિનું ધ્યાન ધરી રહ્યો હતો. અયોગી વળી ગુણસ્થાનક સુક્ષ્મ કે બાદર કોઇપણ પ્રકારના ચોગ વિનાના કેવળી ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી કેવળી ગુણસ્થાનક કહેવાય છે. કમનો નાશ કરવા સુપરતક્રિયા અનિવૃત્તિ નામના
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy