SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ • — — — — — — — ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૩૬૩ — — દર્શન, જ્ઞાનાંતરાય દશક, ઉચ્ચગોત્ર અને ચશનામ એ સોળ પ્રકૃતિનો બંધ વિચ્છેદ કરે છે અને તે બંધ વ્યવચ્છેદ થવાથી એક શાતા વેદનીયનો બંધ કરે છે. તેમ સંજ્વલન લોભ તથા બાષભ નારાચ સંહનન-એ બે પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી સત્તાવના પ્રકૃતિ વેદે છે. અને સંજ્વલન લોભની સત્તા દૂર થવાથી તેને અહીં એકસો એક પ્રકૃતિની સત્તા છે. ભદ્ર, આ સૂચના મનન કરવા જેવી છે અને સર્વદા લક્ષમાં રાખવા યોગ્ય છે. મુમુક્ષુએ વિચારપૂર્વક પ્રશ્ન કર્યો. “ભગવન્, આ ગુણસ્થાનમાં એકંદર પ્રવૃતિઓની કેટલી સંખ્યા હશે ?” આનંદ મુનિ બોલ્યા- “ભદ્ર, અહિં એકંદર ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તે પ્રકૃતિઓના ક્ષયનો આરંભ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. તે આ બારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ ક્ષીણ થઇ જાય છે. ચોથા ગુણસ્થાનમાં એક પ્રકૃતિ, પાંચમા ગુણ સ્થાનમાં એક, સાતમાં ગુણ સ્થાનમાં આઠ, નવમામાં છત્રીશ, અને બારમામાં સત્તર-એમ સર્વ મળી ભેંસઠ પ્રકૃતિઓનો ક્ષય અહિં સંપૂર્ણ થાય છે. ભદ્ર, અહિં ઉત્તમ ભાવના ભાવજે. તારો આત્મા ક્ષીણ મોહ થઇ. આ સ્થિતિનો અધિકારી બને અને નિરૂપાધિ અવસ્થાનો અનુભવ કરે. એવી ઇચ્છા ધારણ કરજે.” મુમુક્ષુ આનંદાશ્રુ વષવતો બોલ્યો- “ભગવન્, આપના આશીર્વાદથી એજ ભાવના ભાવવાને હૃદય ઉત્સુક થાય છે. હવે આ આત્મા ક્ષીણ મોહાવસ્થાને ક્યારે પ્રાપ્ત કરશે ? એવી રાહ જોઉં છું અને એ સમયની પ્રતિક્ષા કરી અંતરની તે આશાઓને પુષ્ટિ કર્યા કરું . શ્રી વીર પ્રભુ, એ આશા પૂર્ણ કરો.” સયોગી વળી ગુણસ્થાના ચારે ઘાતકર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે આ ગુણસ્થાનક્કી
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy