________________
3૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ બાહેર સોળ, અને સત્તાવન મોટી કિરણો અને એકસો એક સૂક્ષ્મ કિરણોનું મંડળ દેખાય છે. આ દેખાવ ઉપરથી અભુત સૂચના પ્રગટ થાય છે. મુમુક્ષુએ કહ્યું. “ભગવન્, આ દેખાવ મારા દ્રષ્ટિ માર્ગમાં આવ્યો છે, તે કૃપા કરી સમજાવો. આનંદસૂરિ શાંત
સ્વરથી બોલ્યા “ભદ્ર, સાંભળ, જે આ સોપાન ઉપર અમૃતની ધારા દેખાય છે, તે સમરસીભાવ છે. અહિં પ્રાપ્ત થયેલ મહાત્મા બીજા શુક્લ ધ્યાનમાં વર્તવાથી ધ્યાનસ્થ થઇ સમરસીભાવને (તદેક શરણતા) ધારણ કરે છે. ધ્યાનવડે પોતાના આત્માને અપૃથફત્ત્વભાવે પરમાત્માની અંદર લીન કરવામાં આવે ત્યારે જ સમરસીભાવ ધારણ થાય છે. આ સમરસીભાવની સ્થિતિ આત્માના અનુભવથી થઇ શકે છે.
વત્સ, જે આ સોપાનની નીચે અગ્નિની જ્વાળાનો દેખાવા છે તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ સ્થાને બીજા શુક્લા ધ્યાનના યોગથી યોગીંદ્ર મુનિ પોતાના કર્મરૂપી ઇંધણાને દહન કરે છે. વળી આ બારમાં ગુણસ્થાનકના બીજા ચરમ સમયમાં અંતના પ્રથમ સમયે નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિનો ક્ષય કરે છે. ભદ્ર, જે આ ચૌદ ઇંધણાઓ બળતા દેખાય છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, આ ક્ષીણમોહ ગુણસ્થાનના અંત સમયમાં (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવળદર્શન, આ ચાર દર્શનાવરણીય, પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, અને પાંચ પ્રકારના અંતરાય એ ચૌદ પ્રકૃતિનો અહિં ક્ષય થાય છે, તેનો ક્ષય કરી તે યોગી ક્ષીણ મોહાંશ થઇ કેવળ સ્વરૂપી બની જાય છે.
ભદ્ર, તેની બાહર આ સોળ અને સત્તાવન મોટી કિરણો અને એકસોએક સૂક્ષ્મ કિરણોનું મંડળ જે દેખાચે છે, તે એવું સૂચવે છે કે, આ ક્ષીણ મોહ ગુણસ્થાનપર આરૂઢ થયેલો જીવ ચાર