________________
ચૌદ ગુણસ્થાન ભાગ-3
૩૩૧ જીવકરે છે. એવી જ રીતે ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને જે જીવો ક્ષાયિક સમકીત પામ્યા હોય અને પૂર્વ એટલે પરભવનું આયુષ્ય બાંધેલું ન હોય તથા તીર્થંકર નામકર્મ નિકાચીત કરેલ ન હોય તો એ ક્ષાયિક સમકતી જીવો આ આઠમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને આ ગુણસ્થાનકમાં, આગળના ગુણસ્થાનકોમાં મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓનો જે ક્ષય કરવાનો હોય છે તે કયા ક્રમે ક્ષય કરવો એની ગોઠવણ રૂપ પૂર્વ તૈયારી કરે છે માટે આ ગુણસ્થાનકને અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ પૂર્વ તૈયારી કરતાં અપૂર્વ સ્થિતિઘાત આદિ પાંચ વાના કરતો અંતઃ કોટાકોટી સાગરોપમની સૌથી ઓછી સ્થિતિ બાંધે છે.
આ ક્ષપકશ્રેણીની શરૂઆત કહેવાય છે.
જે જીવો ધર્મધ્યાનથી ક્ષપકશ્રેણી શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકે ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી પણ
જ્યારે બારમાં ગુણસ્થાનકે શુક્લ ધ્યાનને પામે ત્યારે ચૌદપૂર્વનો ક્ષયોપશમ થાય છે. જ્યારે જે જીવો શુક્લધ્યાનથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરે એટલે શરૂ કરે એ જીવોને આ ગુણસ્થાનકથી ચૌદ પૂર્વનો ક્ષયોપશમ ભાવ પેદા થઇ જાય છે. આ ગુણસ્થાનકનો કાળ નિયમાં એક અંતર્મુહૂર્તનો હોય છે.
અષ્ટમ સોપાન
અપૂર્વકરણ ગુણસ્થાન
આત્મિક કાર્ય કરવામાં તત્પર બનેલા, સર્વ વિશ્વનું સમદ્રષ્ટિથી નિરીક્ષણ કરનારા, જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સંયોગ, વિયોગ જન્ય અનંત દુઃખાનલમાં પચાતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની ઉત્તમ ઇરછા રાખનારા અને પરહિતમાં આત્મહિત સમજનારા મહાનુભાવ આનંદસૂરિ મુમુક્ષુને ઉદેશીને