________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
તૃષા અને નિદ્રાનો જય કરી, અંતરમાં તત્ત્વનું ચિંતન કરે અને સર્વ પ્રાણી ઉપર પ્રમોદ, કરૂણા અને મૈત્રી ભાવના ધારણ કરે તે તન્નિષ્ઠ યોગીઓ કહેવાય છે. જેમાં અંદર અને બાહેર સંકલ્પવિક્લ્પના ક્લોલ ઉદ્ભવતા નથી, અને જેમાં સંપૂર્ણ શુદ્ધ વિધારૂપ કમલિની ખાલી રહી છે, એવા જેમના માનસ-મનની અંદર નિર્લેપ એવો હંસ-આત્મા સતત અમૃતનું પાન કરે છે, તે નિષ્પન્ન યોગી કહેવાય છે. આવા યોગીઓ આ સોપાન ઉપર નિરાલંબન ધર્મધ્યાનના અધિકારી બને છે.”
૩૨૨
મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો - “ભગવન્, અહા ! આપની આ વાણી સાંભળી મારા હૃદયને અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે. અહા ! આર્દતધર્મની યોગવિદ્યા કેવી ચમત્કારી છે ? જૈન યોગીઓએ એ વિધાને માટે કેવો પ્રયત્ન કરેલો છે ? પ્રારંભક, તન્નિષ્ઠ અને નિષ્પન્ન યોગીઓનો ક્રમ કેવો ઉત્તમ છે ? આવી યોગ વિધાનો મારા હૃદયમાં આવીર્ભાવ થજો, અને યોગવિધાના પ્રભાવથી આસ્તિક આત્મા અલંકૃત થજો.” ભગવન્, હવે કૃપા કરી આ સોપાનનું સ્વરૂપ સમજાવો. હું પણ અપ્રમત્ત થઇ તે સાંભળવાની ઇચ્છા રાખું છું.
મુમુક્ષુની આવી ભાવનામય વાણી સાંભળી આનંદસૂરિ હૃદયમાં સંતુષ્ટ થઇ વિચારવા લાગ્યા. અહા ! ઉપદેશનો પ્રભાવ કેવો દિવ્ય છે ? આ આસ્તિક આત્મા અનુક્રમે કેવી ઉન્નતિપર આવતો જાય છે. આ નીસરણીનો દેખાવ તેના હૃદયને નિર્મળ બનાવતો જાય છે, અને તેના આત્માને ગુણોનું પોષણ કરતો જાય છે. હવે આ ભદ્રિક જીવ આત્મસ્વરૂપનો પ્રેમી બન્યો છે. તેણે બાહ્યવસ્તુની પ્રીતિ છોડી છે, આત્મિકકલા પ્રગટ કરવા નિશ્ચય કર્યો છે, આત્મવિચારણામાં તે તત્પર થયો છે. આત્માનુભવ રૂપ રસનું પાન કરવા અને અવિચલ ક્લાને પ્રાપ્ત કરવા આ ઉજમાળ