________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
અપાય (કષ્ટ) ઉત્પન્ન થાય છે અને તે મહાન્ અનર્થના હેતરૂપ છે.” ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ વિપાક વિચય છે. તેમાં જીવ આ પ્રમાણે ચિંતવન કરે છે. “ક્ષણે ક્ષણે કર્મના ફ્લનો વિચિત્ર રૂપે ઉદય થાય છે; તેનાથી જીવને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે, તેથી સુખદુ:ખ ભોગવતાં હર્ષશોક કરવો નહીં, અને એ પૂર્વકૃત કર્મનો વિપાક છે, એમ સમજવું.” ધર્મધ્યાનનો ચોથો ભેદ સંસ્થાન વિચય છે. તેમાં જીવ એવું ચિંતવન કરે કે, “આ લોક સંસ્થાન પુરૂષાકારે છે તે અનાદિ અને અનંત છે. તેની અંદર રહેલા સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ છે.” આ પ્રમાણે ચાર પાયાવાળું આલંબન યુક્ત ધર્મધ્યાન છટ્ઠા પ્રમત્ત સંયત ગુણસ્થાનમાં ગૌણ રૂપે છે. પરંતુ સપ્રમાદ હોવાથી મુખ્યતા નથી. મુમુક્ષુએ કહ્યું, “મહાનુભાવ, સાલંબન અને નિરાલંબન ધ્યાન વિષે કૃપા કરી સમજાવો.”
૩૦૯
આનંદસૂરિ બોલ્યા - “જે ધ્યાનમાં કાંઇ પણ આલંબન હોય એટલે ધ્યેય વસ્તુને આલંબન સહિત ચિંતવવામાં આવે તે સાલંબન ધ્યાન કહેવાય છે. અને જેમાં કોઇ જાતનું આલંબન ન હોય શુદ્ધ રીતે ધ્યેય વસ્તુનું ચિંતવન થતું હોયતે નિરાલંબન ધ્યાન કહેવાય છે. એ નિરાલંબન ધ્યાન જ્યાંસુધી પ્રમાદ હોય ત્યાંસુધી હોતું નથી. કારણ, પ્રમત્ત ગુણસ્થાનમાં મધ્યમ ધર્મ ધ્યાનની પણ ગૌણતા કહેલી છે, મુખ્યતા કહેલી નથી; એટલે આ પ્રમત્તગુણસ્થાનમાં નિરાલંબન ધર્મ ધ્યાનનો સંભવજ નથી.”
મુમુક્ષુએ મનમાં તર્ક કરીને પ્રશ્ન કર્યો - “ભગવન્, અહિં કદિ મુનિ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તેથી શી હાનિ થાય ?” આનંદમુનિએ ઉત્તર આપ્યો- “ભદ્ર, જો મુનિ પ્રમાદી થઇને સામાયિક વગેરે ષડાવશ્યકનો ત્યાગ કરી નિશ્ચલ નિરાલંબન ધર્મધ્યાનનો આશ્રય કરે તો તે મિથ્યાત્વ મોહિત ભાવથી મૂઢ થઇ