SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ કરો અને મારા આત્માને પ્રબોધમય આનંદના મહાન્ સાગરમાં મગ્ન કરાવો.” આનંદસૂરિ ઉંચે સ્વરે બોલ્યા- “ભદ્ર, આ છઠ્ઠા પ્રમત્ત સંયત ગુણ સ્થાનવાળા સર્વ વિરતિ સાધુઓ કહેવાય છે. જો કે સાધુ પંચમહાવ્રતના ધારક હોય છે, તથાપિ પ્રમાદના સેવનથી તેઓ પ્રમત્ત થઇ જાય છે, તેથી કરીને તેઓ આ સ્થાનમાં વર્તે છે.” મુમુક્ષુએ વચ્ચે પ્રશ્ન કર્યો- “ભગવન્, પંચમહાવ્રતને ધારણ કરનારા અને સર્વદા ઉપયોગમાં રહેનારા સાધુઓ પ્રમત્ત શી રીતે થાય ? તે વિષે મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે.” 309 આનંદસૂરિએ ઉમંગથી ઉત્તર આપ્યો - “ભદ્ર, તારી શંકા યોગ્ય છે. સાધુઓ પણ કોઇવાર પ્રમાદના ાંસામાં સપડાઇ જાય છે. અને તેથી તેઓ પ્રમત્ત કહેવાય છે. આ જગમાં પાંચ પ્રકારના પ્રમાદ છે. (૧) મધ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા અને વિકથા. એ પ્રમાદ જીવને સંસારમાં નાખે છે અને અનેક જાતની ઉપાધિઓમાં પાડે છે સાધુ પંચ મહાવ્રતને ધારણ કરનાર હોય પણ જો એ પાંચમાંથી કોઇ એક પ્રમાદનું સેવન કરે તો તે પ્રમત્ત થઇ જાય છે. જે સાધુ એ પંચવિધ પ્રમાદમાંથી એક પ્રમાદથી યુક્ત હોય અને જો ચોથો કષાય સંજ્વલનનો ઉદય હોયતો તે સાધુ પણ અંતર્મુહૂર્ત સુધી પ્રમત્ત થાય છે. જો અંતર્મુહૂર્તથી વધારે પ્રમાદસહિત વર્તે તો તે આ પ્રમત્ત ગુણસ્થાન નામના છઠ્ઠા પગથીઆની નીચે પડી જાય છે. અને અંતર્મુહૂર્તમાં પાછો પ્રમાદરહિત થઇ જાય તો તે ી ઉપરના અપ્રમત્ત ગુણસ્થાન ઉપર ચડી જાય છે. ભદ્ર, જે આ છઠ્ઠા પગથીઆની નીચે ઢાળ દેખાય છે, તે એવું સૂચવે છે કે, સાધુ વધારેવાર પ્રમત્ત રહે તો તે અહિંથી નીચે ખસી પડે છે. જે આ સોપાનનીપાસે ચાર ટેકા મુકેલા છે તે ધર્મધ્યાનના ચાર પાયા છે. જે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન એવા નામથી ઓળખાય છે. તે આ ગુણસ્થાનમાં ધર્મધ્યાનનો
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy