________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૦૫
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાથે સંયુક્ત થયેલ વિદળ (કઠોળ), તેમજ મળમૂત્ર વગેરે નિર્દોષ અને નિર્જીવ ભૂમિ પર વિધિસર પરઠવવું તે. સંયમકુશળ
શાસ્ત્ર ૧૭ પ્રકારે સંયમના પાલનમાં બરાબર ઉપયોગવાળાને સંયમકુશળ કહે છે. ઉપરાંત બીજી રીતે પણ સંયમકુશળ આમ કહ્યો છે -
(૧) વસતિ (મુકામ), આસન, ઉપધિ અને આહારને લેવાવાપરવા-મૂકવામાં ઉપયોગ-યતના રાખે; જોઇ-પ્રમાર્જીને લે ચા મૂકે. ઉત્પાદનમાં ૪૨ દોષ ન લગાડે; અને ભોગવટામાં સંયોજનાદિ દોષ લાગવા દે નહિ. આ બધા સંયમ કર્તવ્યોમાં પોતાના મહાવ્રતાદિનાં
સ્મરણવાળો હોય તે સંયમકુશળ કહ્યું છે. “મૃતિપૂજા મનુષ્કામવિતમ્” સ્મરણપૂર્વકનું અનુષ્ઠાન એ સાચું અનુષ્ઠાન
છે.
(૨) અશુભ મન-વચન-કાયવ્યાપારોને રોકી શુભ મનવચન-કાયવ્યાપારોને પ્રવર્તાવે તે સંયમકુશળ છે.
(૩) ઇન્દ્રિયોને એના ઇષ્ટ વિષયોમાં જતી રોકે, તથા કષાયોને અટકાવે; સહેજે શ્રોત્રાદિ ઇન્દ્રિયોના સંપર્કમાં આવી ગયેલા ઇષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરે, ક્રોધાદિ કષાય ઉઠવા પહેલેથી ન ઉઠે તેવી ક્ષમાદિ ભાવના વગેરેની જાગૃતિ રાખે, અને અંતરમાં ઉદયપ્રાપ્ત ક્રોધાદિનું ફળ ન બેસવા દે, એને નિષ્ફળ કરે, તે સંયમકુશળ ગણાય.
(૪) પ્રાણાતિપાત વગેરે આશ્રવને બંધ કરે તે સંયમકુશળ.
(૫) યોગ અને ધ્યાનમાં લીન રહે તે સંયમકુશળ કહેવાય. આમાં અશુભ વાણી. વિચાર-વર્તાવરૂપી યોગ અને આર્ત-રૌદ્ર ધ્યાનને અટકાવી શુભયોગ અને શુભધ્યાનમાં, બળ-વીર્યનો સંપૂર્ણ ઉપયોગ કરી, તન્મય રહેવાનું આવે.