________________
ચૌદ ગુણસ્થાન ભાગ-3
303
હાથે બીજાને ધક્કો લાગવાથી એનાથી કોઇ જીવને સંઘટ્ટો વગેરે વિરાધના થઇ જાય. કાયાથી અનુમોદન એ રીતે કે બીજાએ કરેલ જીવવિરાધનમાં આપણા મુખ પર હર્ષની રેખા કે આંખમાં પ્રશંસાચમત્કારનો ચમકારો થઇ આવે. વચનથી જીવવિરાધના કરવારૂપે એ, કે બીજાને સીધું સંઘટ્ટો આદિ કરવા કહેવું તે; અનુમોદના એ કે બીજાએ કરેલ જીવવિરાધના પર એને “ઠીક કર્યું એમ શાબાસી આપવી, એની પ્રશંસા કરવી “સારો કારીગર ?' વગેરે. મનથી જીવવિરાધના કરવાનું એ રીતે બને કે “આ રીતે સંઘટ્ટો આદિ કરૂં' એવો વિચાર આવે; મનથી કરાવવાનું એ, કે “બીજા પાસે આ સંઘટ્ટો આદિ કરાવું' એવો આશય થાય. મનથી અનુમોદવાનું એ, કે બીજાએ કરેલ જીવવિરાધના પર મનમાં ખુશી થાય, એને માનસિક શાબાશી આપે. “આણે આ ઠીક ઠીક કર્યું; આ સારો હોશિયાર..” વગેરે વિચાર આવે છે.
સંયમના, અહિંસા-દયાના ખપીએ આ બરાબર ખ્યાલમાં રાખી ચોક્સાઇપૂર્વક બચવાનું છે. જીવની વિરાધનાવાળા રસોઇ વગેરે કાર્યની પણ અનુમોદના ય ન થઇ જાય. દા.ત. “આ ચીજ સારી બનાવી છે.” વગેરે વિચાર પણ ન આવે એ ધ્યાન રાખવાનું છે.
અજીવ-સંયમમાં જે પુસ્તક, તૃણ, ચર્મ અને વસ્ત્ર રાખવાવાપરવાથી અસંયમ થાય, જીવવિરાધના થાય તેનો ત્યાગ કરવાનું આવે. જીવન ટૂંકું છે, સગવડ ઓછી હોય તે નભાવી લેવી સારી, પરંતુ અસંયમમાં નહિ પડવું; કેમકે અસંયમથી મળેલો મહાદુર્લભ ઉત્તમ આરાધનાકાળ વેડફાઇ જાય છે.
મન-વચન-સંયમ એટલે અશુભ વિચાર-વાણી રોકી શુભ વિચાર વાણી પ્રવર્તાવવા. દા.ત. વિજાતીયને જોઇને વિચાર આવ્યા કરે કે આ યુવાન છે, સુંદર છે, વગેરે, એ અશુભ વિચાર છે.