________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૦૧
આદરભાવ રાખવો એ શુભભાવ નથી. હૃદયમાં જો તે તે દરેક ક્રિયા પ્રત્યે અને ઉપદેશક શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્તિ જાગ્રત હોય તો આ દોષથી બચી શકાય, અને સમ્યક્રકરણદ્વારા શુભ અધ્યવસાયનું પામી શકાય.
(૭) રોગ :- એટલે ચિત્તની પીડા અથવા ચિત્તભંગ એ પણ ક્રિયાનો દોષ છે. એનાથી ક્રિયા શુદ્ધપણે સળંગ ધારાબદ્ધ વહેતી નથી. પ્રબળ કર્મોદયથી ચિત્ત પીડા હોય તો જુદી વાત; બાકી તો સાધકે શક્તિ ફેરવીને એ ચિત્તની પીડા ટાળવી જોઇએ. ચિત્તભંગ ન થવા દેવો જોઇએ. ભક્તિના આવેગથી ચિત્તોત્સાહ, ચિત્તની પ્રફુલ્લિતા જાળવી શકાય છે. અને આ દોષ ટાળી શકાય છે. તેથી સમ્યક્રકરણ બને છે. જેના પરિણામે સુંદર શુભ અધ્યવસય પ્રાપ્ત થાય છે.
(૮) આસંગ - એટલે આસક્તિ એ આસક્તિથી એમ લાગ્યા કરે કે “આજ ક્રિયા સુંદર છે, ને તેથી એમાં જ વારંવાર પ્રવર્તવાનું મન થાય. અલબત અમુક અવસ્થા સુધી ધર્મક્રિયા પર અથાગ રાગ જોઇએ જ, તો જ પાપ પ્રવૃત્તિના રાગ છૂટી શકે, છતાં ઉપરની અવસ્થામાં એ રાગ અર્થાત આસંગ દોષરૂપ છે. કેમકે એ વીતરાગ બનવા દેતો નથી. બહુ તો નિયત ગુણસ્થાનમાં અટકાવી રાખે છે. અરિહંત પ્રભુ અને સર્વ ક્રિયાઓ પ્રત્યેની પ્રીતિ-ભક્તિ, આ દોષનું પણ ક્રમશ:નિવારણ કરી શકે છે. આ સંગ દોષ ખરેખર ત્યારે ટળે કે જ્યારે અસંગ અનુષ્ઠાન સિદ્ધ થાય. અલબત્ત તે પૂર્વે ક્રિયાનો એવી આસક્તિ ન જોઇએ કે જેથી એમાં જ લીન થઇ બીજા યોગને બાધ પહોંચાડવાનું થાય.
સંયમ અને સચમકુશળ
સાધુજીવન એ સંયમજીવન કહેવાય છે. “સંયમ' શબ્દના