________________
ચૌદ ગુણસ્થાનક ભામ-૩
રહે છે ને ક્રિયામાં ભરપૂર રસ રહે એટલે ચિત્તનો ઉપયોગ સળંગ ટકી શકે છે, ક્રિયા સમ્યક્ થાય છે. શુભ ભાવોલ્લાસ જાગૃત રહે
છે.
૨૯૯
(૪) ઉત્થાન :- એટલે ચિત્તની અપ્રશાન્ત વાહિતા ? અસ્વસ્થતાભર્યું; ચિત્ત, જેમ મદોન્મત્ત પુરુષનું ચિત્ત શાંત નથી હોતું. તેમ અહીં ક્રિયામાં ચિત્ત સ્વસ્થ ન રહે. અલબત્ પ્રસ્તુત
ક્રિયા અંગે ખેદ-ઉદ્વેગ-ક્ષેપ એ ત્રણ દોષો ઉભા ન થવા દીધા હોય, છતાં ગમે તે કારણે જો ચિત્ત અશાંત-અસ્વસ્થ રહે છે; તો એ સ્થિતિમાં કરેલી ક્રિયા પણ શુભ અધ્યવસાયના સુંદર ફ્ળને જન્માવી શકતી નથી. તેથી તે કરેલી ક્રિયા સમ્યકરણ નથી બનતી. દા.ત. કોઇએ સાધુ દીક્ષા લીધી; દીક્ષા પ્રત્યે અંતરનો સદ્ભાવ પણ પૂરો છે. પરંતુ મોહના ઉદયે કે અશક્તિના કારણે સંયમ સાધનામાં દોષ લાગે છે, ત્યાં એ પોતે જો સમજે કે આ સ્થિતિમાં મારામાં સાધુપણું કેવી રીતે કહી શકાય ? માટે એ સંવિજ્ઞ પાક્ષિક એટલે કે સંવેગ વૈરાગ્યશીલ સાધુના એક પક્ષપાતી તરીકે જીવન જીવે તો તે જીવનમાં વ્રતની અપેક્ષા હોવાનો ગુણ છતાં સ્ખલનાઓને લીધે દોષ લાગે છે. એટલે અંતરના તેવા પ્રકારના
ભાવના હિસાબે ગુણ અને દોષ બંને રહે છે. અથવા મુળગુણ ઉત્તરગુણ સર્વથા ન પાળી શકતાં દંભ ટાળવા કોઇ અજાણ્યા પ્રદેશમાં જવા વગેરેની વિધિ સાચવીને સાધુપણું છોડી શ્રાવકના આચાર પાળે છે. બંને સ્થિતિમાં ચિત્ત ચારિત્ર પાલનની ક્રિયા વખતે અસ્વસ્થ-અશાંત બન્યું ગણાય, ઊઠી ગયું ગણાય; તેથી ચારિત્રક્રિયાના શુભ અધ્યવસાય જન્મી ન શકે. જો અહીં હૃદયમાં અદ્ભૂત ભક્તિભાવ હોય તો આ ઉત્થાન દોષથી બચી શકાય. માટે ભક્તિ જગાડી મનની બીજી ત્રીજી અસ્વસ્થતા, ઉકળાટ દૂર કરવા ઘટે. (૫) ભ્રાન્તિ :- એટલે ક્રિયાનો અમુક ભાગ કર્યા ન કર્યાની,